सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ શ્રી સંતરામ મહારાજના ૧૯૪મા સમાધિ મહોત્સવે યોજાયેલી રામકથાનું સમાપન

પ્રેમ એને કહેવાય જે કોઈ કોઈની પર દબાણ ના કરે : પૂ મોરારિ બાપુ

યેશા શાહ
  • Feb 10 2025 12:53PM
સંતરામભૂમિ નડિયાદના આંગણે શ્રી સંતરામ મહારાજના ૧૯૪ માં સમાધિ મહોત્સવે યોજાયેલી રામકથાના સમાપને પૂ .મોરારિબાપુ  રામકથા ને સંક્ષિપ્તમાં વર્ણવવામાં આવી હતી.

જેમાં તેઓએ જણાવ્યું હતું કે, રામની પાદુકા અને ભરત પ્રસંગની વાતમાં રામાયણ પદ, પદ દલિતો ને પાદુકાની કથા છે.પ્રેમી જતું કરે છે..પણ પ્રેમની કોઈ નિશાની ...કંઈક આધાર જોઈએ છે .એટલે ભરતજી રામ પાસે તેમની  પાદુકા માંગે છે.શાસ્ત્રોમાં ચાર મતની વાત છે. એક સાધુ મત,બે લોકમત,ત્રણ વેદોનો મત અને ચોથો રાજનીતિનો મત..આજે લોકમત તો છે રાજમત પણ છે.  પરંતુ સાધુમત અને વેદમત વિસરાતો  જાય છે.એક સદગુરુનો સ્પર્શ થાય તો આસુરી વ્યક્તિમાં પણ સાત્વિકતા પ્રગટ થાય છે.ધન ગમે તેટલું હશે પણ  ધર્મ નહીં હોય તો નહીં ટકે,વિવેક નહીં હોય તો વિદ્યા નહીં ટકે.નિર્ણય ત્રણ  રીતે થાય મન,વચન અને કર્મથી નિર્ણય થાય તો તે નિર્ણય સાચો ઠરે છે.શસ્ત્રધારી,આપણા ગુપ્તભેદ જાણનારા, સમર્થ સાથે વિરોધ ના કરવો,પૈસા વાળા સાથે વિરોધ ના કરવો, વૈદ્ય સાથે  વિરોધ ના કરવો, કવિ,સર્જક સાથે વિરોધ ના કરવો,રસોઈ કરનારા સાથે ,ગુણવાન  વ્યક્તિઓ સાથે વિરોધ ના  કરવો, શેઠ સાથે વિરોધ  ના કરવો એમ પૂ મોરારિબાપુ એ જણાવ્યું હતું. ઇર્ષાલુ માત્ર  પડછાયા ને પકડે છે.પોતાના થી ઊંચે ઉડનાર માણસને પાડેછે.જ્યારે કોઈ હનુમાનજી જેવો માણસ  આંગણે આવે છે. ત્યારે આપણા માં  પરિવર્તન આવે છે.કારણ વગર ની ગંભીરતા મૃત્યુ છે. જીવન મોજથી જીવવું.સેતુબંધ સમાજ ના કલ્યાણ ની સ્થાપના છે.સેતુ સમાજને જોડવાનું કામ કરે છે.
સંતરામભૂમિ નડિયાદના આંગણે પૂ મોરારીબાપુએ રામકથાના સમાપને આ  કથાનું પુણ્ય ફળ  શ્રી સંતરામ સમાધિ સ્થાન અને દિવ્ય જ્યોતિની  પાસે શ્રદ્ધા સુમનરૂપે અર્પણ કર્યું હતું.જેની સ્મૃતિ હરહંમેશ રહેશે એવી શ્રદ્ધા વ્યક્ત વ્યાસપીઠ પરથી વ્યકત કરી હતી.

કથાની પુર્ણાહુતિ બાદ , શ્રીમતી અનિતાબેન દેવાંગભાઈ પટેલે પોથી લીધી હતી, પોથી યાત્રા નીકળી હતી જે વ્યાસપીઠ થી નીકળી કાચ મંદિર સુધી પહોંચી હતી.

શ્રી સંતરામભૂમિ, નડિયાદના આંગણે સંતરામ સમાધિ મહોત્સવે, નવમા દિવસે, પૂ મોરારિબાપુ ની રામકથામાં અમરકંટક થી પૂ કલ્યાણદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે સમાજની સેવા કરવી દરેક નું  કર્તવ્ય છે.સંતરામ મંદિર નડિયાદ માં અનેક પ્રકારના સેવા પ્રકલ્પો  ચાલે છે.કોઈ દરિદ્ર મળી જાય તો  નારાયણ સમજી તેની સેવા કરવી.બીજા નું હિત પરમ ધર્મ છે .સંત ચંદન ના વૃક્ષ ની જેમ હોય છે.જે હંમેશા બીજાને સુવાસિત કરે છે.મહાપુરુષોના જીવન પરોપકાર માટે હોય છે.જે બીજાના હિત માટે  વિચારે તેના બરાબર કોઈ ધર્મ નથી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार