सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટે સ્ટાફ નર્સ માટે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ યોજાઈ

ટ્રેસ્ના ફાઉન્ડેશન, અમદાવાદ અને કેપેડ ટીમ, ઈન્ડિયા દ્રારા ખેડા જિલ્લા ને સર્વિકલ કેન્સર મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે

યેશા શાહ
  • Dec 12 2024 6:31PM
ગર્ભાશયના મુખનું કેન્સર એ વૈશ્વિક સ્તરે મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ આરોગ્ય સમસ્યા છે. આ ગંભીર સમસ્યા નો સામનો કરવા માટે ટ્રેસ્ના ફાઉન્ડેશન અને કેપેડ ટીમ દ્રારા  ખેડા જિલ્લા ને સર્વિકલ કેન્સર મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. ખેડા જિલ્લાના ચાર તાલુકાઓમાં ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટે ૧૨૦ સ્ટાફ નર્સને વિશેષ VIA પધ્ધતિ ની તાલીમ આપવામાં આવી છે. જેમાં તેઓને થીયરી અને પ્રેક્ટિકલ ની સમજ પૂરી પાડવામાં આવી હતી. આ તાલીમનો ઉદ્દેશ્ય ગર્ભાશયના મુખના કેન્સરના પ્રાથમિક ચરણોમાં લક્ષણોની ઓળખ અને યોગ્ય સારવારને સુનિશ્ચિત કરવો છે. ટ્રેનિંગ માટે પ્રીવેન્ટીવ ઓનકોલોજી એનસીઆઈ - AIIMS (All India Institute of Medical Sciences) દિલ્હીના ડૉક્ટર્સના માર્ગદર્શન હેઠળ નર્સોને આ મહત્ત્વપૂર્ણ તાલીમ આપવામાં આવી છે.

આ અભિયાન કરવામાં ખેડા જિલ્લા ના આરોગ્ય વિભાગ નો ખૂબ સારો સહકાર મળ્યો છે . CDHO ડો. ધ્રુવે, CDMO  ડો. કવિતાબેન, ડો.અશ્વિન ઘોરી તથા તેમના સ્ટાફે   અમારા આ કાર્યક્રમમાં  આવી ને વધારે સફળ બનાવ્યો હતો . તથા આ બધા ના સાથ અને સહકાર થી ટ્રેસ્ના ફાઉન્ડેશન આ અભિયાન ને વધુ સારી રીતે કરી શકશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार