શ્રી કે. જી. પટેલ બી.એડ્. કૉલેજમાં શુભેચ્છા દિક્ષાંત સમારોહનું આયોજન
શ્રી ઓડ ઍજ્યુકેશન સોસાયટી, ઓડ સંચાલિત શ્રી કે. જી.પટેલ કોલેજ ઓફ ઍજ્યુકેશન,ઓડમાં તા.૨૭/૦૩/૨૦૨૫ ને ગુરુવારનાં રોજ આચાર્ય ડૉ.જયેશ સાર્નિયાના માર્ગદર્શન હેઠળ ૧૯માં ‘દિક્ષાંત સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ટ્રસ્ટી હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં, જેમણે સૌ તાલીમાર્થી મિત્રોને આશીર્વચન પાઠવ્યા હતાં.આચાર્ય ડૉ.જયેશભાઈ સાનિયાએ અતિથિ,પૂર્વ તાલીમાર્થીઓ, શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૫ ના તાલીમાર્થીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમનું સુંદર સંચાલન તાલીમાર્થી પંકજભાઈ ડાભી,ક્રિષ્નાબેન પટેલ અને પ્રા.શંભુસિંહ પરમારે કર્યું હતું,જ્યારે પ્રા.ખુશ્બુબેન બોબડાએ કૉલેજનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો તેમજ નેટ જીસેટ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા પૂર્વ -તાલીમાર્થી પૃથ્વીરાજ ચૌહાણ, રાજેશભાઈ ખાંટ અને મનિષભાઈને આચાર્ય અને ટ્રસ્ટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કૉલેજ કક્ષાએ અને યુનિવર્સિટી કક્ષાએ ઉત્તીર્ણ થનાર તાલીમાર્થી રવિભાઈ, ક્રિષ્નાબેન, પાયલબેન, યુવરાજભાઈ તેમજ વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પોતાની પ્રતિભા રજૂ કરનાર તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સેમ - રે અને સેમ ૪ ના તાલીમાર્થીઓ જૈમિના અને પિનલ ગૃપ, વિધિબેન, વિજયભાઈ -ગૃપ, વિશાલભાઈ, અનિતા ગૃપ, કિંજલ ગૃપ તેમજ જયેશભાઈ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને કેટલાક તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ સિવાય વિજયભાઈ ચૌહાણ અને ક્રિષ્નાબેન પટેલને શ્રેષ્ઠ કામર્ગીરી બદલ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં અને કાર્યક્રમને અંતે પ્રા.ભરતભાઈ રાઠોડ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प