દેવ બિરસા સેના દ્વારા તાપી જિલ્લા કલેકટરને ધર્મ પરિવર્તન વિરુદ્ધ આવેદનપત્ર અપાયું
171 વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોંકણી ના રાજીનામાની માંગ કરાઇ.
171 ના ધારાસભ્ય મોહન કોંકણી દ્વારા ચૂંટણીમાં ખોટું સોગંદનામુ રજૂ કર્યા હોવાના આક્ષેપો સાથે રાજીનામું મંગાયું.
ધર્મની કોલમમાં હિન્દુ લખનાર 171 ના ધારાસભ્ય મોહનભાઈ કોકણી હાલ તાપી જિલ્લામાં મોટા પ્રમાણમાં ખ્રિસ્તી સભાઓ ના કાર્યક્રમ હાજરી આપી રહ્યા છે.
ધારાસભ્ય મોહન કોકણીએ ખ્રિસ્તી કાર્યક્રમમાં સ્ટેજ પર ચઢીને કહ્યું હતું કે તમે પણ આવો અને બીજાને પણ લેતા આવો.
મોહન કોકણીનો ધર્મ પરિવર્તનને પ્રોત્સાહન આપતો વિડીયો વાયરલ થયા બાદ જો તેઓ ખ્રિસ્તી હોય તો ચૂંટણીના ફોર્મમાં ખોટી માહિતી કેમ આપી??આથી તેમના રાજીનામાની માંગ ઉઠી.
તાપી જિલ્લામાં સર્કિટ હાઉસ અને સરકારી સત્તાનો ધર્મ પરિવર્તન માટે ઉપયોગ થતો હોવાના આક્ષેપો થયા.
ખોટી માહિતી આપવા બદલ જો સરકાર 171 વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોંકણીનું ધારાસભ્ય પદ રદ નહીં કરે તો,દેવ બિરસા સેના દ્વારા આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અપાઈ.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प