ઉત્તરસંડા ખાતે બે બાળમજૂરને જિલ્લા ટાસ્ક ટીમે રેઈડ પાડી મુક્ત કરાવ્યા
વડતાલ પોલીસે બાળ અને તરુણ શ્રમયોગી અધિનિયમ- ૧૯૮૬ની કલમ-૩ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા રોડ પર આવેલ ભૈરવનાથ સમોસા સેન્ટરમાં કામ કરતા બે
બાળમજૂરને જિલ્લા ટાસ્ક ટીમે રેઈડ પાડી મુક્ત કરાવી નડિયાદ બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવાની સાથે જિલ્લા શ્રમ અધિકારી દ્વારા આ અંગે ભૈરવનાથ સમોસા સેન્ટરના માલિક વિરુધ્ધ વડતાલ પોલીસ મથકે બાળમજૂરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ખેડા જિલ્લાની ટાસ્કફોર્સ ટીમ દ્વારા તા.૦૬/૦૩/૨૦૨૫ ના રોજ બાળ શ્રમ નાબુદી અંગેની રેઈડનુ આયોજન
કરેલ. જેમા ભૈરવનાથ સમોસા સેન્ટર, ઉત્તરસંડા રોડ, તાલુકો-નડિયાદ, જિલ્લો-ખેડામાં બાળમજૂરી નાબુદી અન્વયેની જિલ્લા ટ્રાસ્કફોર્સ સમિતિ નડિયાદની ટીમના જિલ્લા શ્રમ અધિકારી યતિનકુમાર જે. ખાંગુડા, ફતેસિંહ ઝેરાભાઈ હેડ કોન્સ્ટેબલ, AHTU ખેડા- નડિયાદ, જે. આર. ગજ્જર DSWO સમાજ કલ્યાણ અધિકારી કચેરી, નડિયાદ, આર.આર.પરમાર, TPEO પ્રતિનિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી,નડિયાદ, મોકસાર્થ પી. મહેતા, સોપ વિભાગ, નડિયાદ મહાનગરપાલિકા,કરણ જે. પરમાર કાઉન્સિલર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદ, ધર્મેશ આર. વાઘેલા, ORW જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદ દ્વારા રેઈડ પાડવામાં આવી હતી.
આ દરમિયાન ટીમને ભૈરવનાથ સમોસા સેન્ટરમાં માલિક ખત્રી શંકરભાઈ મોતીભાઈ રહે. વડતાલ રોડ, ઉતરસંડા, તા.નડિયાદ, જિ.ખેડા દ્વારા બે બાળકને મજૂરી કરાવતો હોવાનુ સામે આવ્યુ હતુ. જેથી ટીમે બાળમજૂરને મુક્ત કરાવી જરૂરી નિવેદન લઈ નડિયાદ ચિલ્ડ્રન હોમમાં સોપ્યો હતો.
વડતાલ પોલીસે આ અંગે જિલ્લા શ્રમ અધિકારીની ફરિયાદના આધારે ભૈરવનાથ સમોસા સેન્ટરના માલિક ખત્રી
શંકરભાઈ મોતીભાઈ વિરુદ્ધ બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ- ૧૯૮૬ની કલમ-૩ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એમ ડી.એન.સોનવણે, મદદનીશ શ્રમ આયુક્ત નડીયાદ (ઈ/ચા)ની અખબારી યાદીમાં જણાવેલ છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प