જ્ઞાનયજ્ઞ ગુરૂકુલ સ્કૂલ મોવિયામાં રંગોત્સવ ઉજવાયો
ગોંડલ તાલુકાના મોવિયા ગામે આવેલ જ્ઞાનયજ્ઞ ગુરૂકુલ સ્કૂલમાં ધોરણ એલ. કે. જી.થી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે હોલી પર્વ નિમિતે રંગોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગોંડલ તાલુકાના મોવિયા ગામે આવેલ જ્ઞાનયજ્ઞ ગુરૂકુલ સ્કૂલમાં ધોરણ એલ. કે. જી.થી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે હોલી પર્વ નિમિતે રંગોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ નિમિતે શાળાના સંસ્થાપક શ્રી હિરેનભાઈ ખુંટ દ્વારા વિદ્યાર્થીઓને આ પર્વનું મહત્વ સમજવાત કહ્યું કે, "હોલી પર્વ વસંત ઋતુમાં એટલે કે ફાગણ માસની પૂનમે સમગ્ર ભારત વર્ષમાં ઉજવાય છે, હોળી પર્વમાં પૌરાણિક કથા મુજબ ભક્ત પ્રહલાદ તેમજ રાક્ષસ કુલનો રાજા હિરણ્યકશીપુની કથા વણાયેલી છે, વસંત ઋતુમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થાય છે, આ સમયે બેક્ટેરિયાનો ઉપયોગ ખૂબ જ હોય છે, હોળી દહનથી બેક્ટેરિયા નાશ પામે છે તેમજ શરીરમાં રહેલા બેક્ટેરિયા પણ હોળીની પરિક્રમા કરવાથી નાશ પામે છે." શાળાના શિક્ષકો દ્વારા પોતાના વર્ગના વિદ્યાર્થીઓને તિલક કરી ઉત્સવની શરૂઆત કરાવવામાં આવી. ત્યારબાદ ધામ ધૂમથી સંગીતના સથવારે રંગોની છોડો ઉછલી અને રંગોત્સવ શરુ થયો. જ્ઞાનયજ્ઞ ગુરૂકુલ સ્કૂલ પરિવાર તરફથી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક ગણને હોળીની શુભકામનાઓ પાઠવેલ હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प