જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં નડિયાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
વિભિન્ન વિષયોના કુલ ૦૫ પ્રશ્નોનું સ્વાગત કાર્યક્રમમાં નિરાકરણ
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં વીજ લાઈન, ગેરકાયદેસર દબાણ, ધ્વનિ પ્રદૂષણ, જમીન સંપાદન વળતર અને જમીન કબજો નામ દાખલ કરવા બાબતે કુલ ૦૫ પ્રશ્નો અરજદારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. કલેકટર અમિત પ્રકાશ યાદવ દ્વારા અરજદારોના પ્રશ્નોની રજૂઆત સાંભળી તથા સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી કરવામાં આવેલ કામગીરી અહેવાલ જાણી આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. અને અરજદારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નિવાસી અધિક કલેકટર જે.બી.દેસાઈ, એડિશનલ કલેકટર સંગીતા રૈયાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प