सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઉમરેઠમાં શ્રી શ્યામસુંદર મહાજ ના નવા મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

શ્રી સંતરામ મંદિર ઉમરેઠના મહંત પ.પૂ. શ્રી ગણેશદાસજી મહારાજ અને નડિયાદ સંતરામ મંદિરથી આવેલ સંત વૃંદ પ્રાણ પ્રતિષ્ઠા સમયે આશીર્વાદ આપવા પધાર્યા હતા

ધનંજય શુક્લ
  • Jul 1 2024 3:24PM
ઉમરેઠના પંચવટી વિસ્તારમાં સદીઓ જૂનું પૌરાણિક શ્રી શ્યામસુંદર મહારાજનું મંદિર આવેલ છે. મોટી સત્તાવીશ લેઉવા પાટીદાર સમાજ ઉમરેઠ અને ભક્તો દ્વારા આ પુરાતન મંદિર ખુબ ભવ્ય સ્વરૂપે નવું બનાવવામાં આવ્યું. કેવલ એક વર્ષના ટૂંકા સમયગાળામાં આટલુ ભવ્ય મંદિર તૈયાર થઇ ગયું તેની પાછળ સેવાકર્મી ભક્તોની અથાગ મહેનત અને હૃદયમાં વસેલી પ્રભુભક્તિ જ હોઈ શકે.

મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે ત્રણ દિવસનો વિધી વિધાન મુજબનો ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 28 જૂન થી 30 જૂન દરમિયાન રોજ દેવતાઓનું આહવાન, કર્મ કુટિર હોમ, શોભાયાત્રા, સાય પૂજા આરતી, મૂર્તિઓનું ધાન્યાનિવાસ, 108 કળશથી મહાભિષેક, મૂર્તિઓનું મંદિર પ્રવેશ, મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા, દેવતાઓનું ઉત્તર પૂજન અને પ્રતિષ્ઠા યજ્ઞ પુર્ણાહુતીના સમસ્ત કર્મ ખુબ ભક્તિ સાથે સંપન્ન કરાયા. બીજા દિવસે રાત્રે ભજન સંધ્યામાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થયાં અને પ્રભુ ભજનમાં પોતાની આત્માને પરોવી. પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયાં બાદ રાત્રે મંદિર બહાર ગરબાનું ખુબ સુંદર આયોજન થયું જેમાં લેઉઆ પાટીદાર સમાજના અને બીજા દરેક ભક્તો ખુબ આનંદ પૂર્વક જોડાયા. પહેલા બંને દિવસ સમસ્ત ભક્તગણોએ સમૂહ મહાપ્રસાદીનો લાભ લીધો અને પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શ્રી સંતરામ મંદિર કલ્યાણ હોલમાં સર્વે ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો.

એક જ વર્ષના ટૂંકા ગાળામાં આ મંદિર બનીને તૈયાર થઇ ગયું અને આટલી સુંદર રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો તેની પાછળ મંદિરના ટ્રસ્ટી રાજુભાઈ પટેલ ઉપરાંત ઉમેશભાઈ પટેલ, જીતુભાઇ પટેલ જેવા કર્મનીષ્ઠ વ્યક્તિઓની સેવાનો સિંહફાળો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે બહારગામ રહેતા સમસ્ત લેઉવા પાટીદાર સમાજના વ્યક્તિઓ પરિવાર સાથે આવી ગયા હતા અને ખુબ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે મહોત્સવને પાર પાડ્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार