सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત STEM ક્વિઝ ૩.૦ ઈનામ વિતરણ કાર્યક્રમ આંબેડકર હોલ પીજ રોડ નડિયાદ ખાતે યોજાયો

વૈજ્ઞાનિક અભિગમ કેળવી દેશ અને સમાજ માટે વિકાસના કાર્યો કરવા એ જ સાચી દેશભક્તિ : કલેક્ટર અમિત પ્રકાશ યાદવ

યેશા શાહ
  • Mar 28 2025 10:56AM
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની મુખ્ય ઉપસ્થિતિમાં આંબેડકર હોલ પીજ રોડ નડિયાદ ખાતે ગુજરાત STEM ક્વિઝ ૩.૦ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. ડો. કલામ, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખેડા તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના દ્વારા અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ૧૦ ટેબલેટ, ૧૦ ગૂગલ એ.આઈ વોઈસ કીટ, ૧૦ થ્રીડી પ્રિન્ટર, ૩૦ ટેલિસ્કોપ,૧૩ ડ્રોન કીટ અને ૧૮ રોબોટિક્સ કીટ એમ કુલ ૯૧ જેવા ઈનામ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ થી લઈને આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ સુધીના માનવ ઈતિહાસમાં વિજ્ઞાનની ભૂમિકા વિશે ખુબ જ રોચક શૈલીમાં વાત રજૂ કરી વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અનુરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે નવજાગૃતિના સમયગાળા દરમિયાન વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ સાહસભર શોધોને કારણે જ પ્રકૃતિ અને માનવ વિશેની સમજણમાં નવા આયામો ખુલ્યા હતા. તેમણે ઉમેર્યુ કે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના અનેકવિધ આવિષ્કારો થી લોકોની જીવનશૈલી વધુ સુવિધાયુક્ત બની છે. અને આવનાર સમયમાં પણ ક્વોન્ટમ કમ્પ્યુટીંગ અને આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ દ્વારા શિક્ષણ, વિજ્ઞાન અને આરોગ્ય સહિતના ક્ષેત્રે અકલ્પનીય પરીવર્તનો આવશે. ત્યારે તેમણે વિદ્યાર્થીઓને પ્રશ્ન પુછ્યો હતો કે શું તેઓ આ ઈન્ફોર્મેશન અને ટેકનોલોજીના યુગમાં ગુણાત્મક વિકાસ માટે તૈયાર છે?

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશભાઈ રાવલ, પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશ વાધેલા, ડૉ. કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ચેરમેન કેશુભાઈ વાણિયા, નિયામક રોહન વાણિયા, એજ્યુકેશનલ ઇન્સ્પેકટર અલ્પેશભાઈ પટેલ, આસિસ્ટન્ટ એજ્યુકેશનલ ઇન્સ્પેકટર મિતેશભાઈ પટેલ, એસવીએસ કન્વીનર રાજનીકાંતભાઈ પટેલ, દિનેશભાઇ ભટ્ટ, શૈલેશભાઈ પટેલ, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડીનેટરઓ, વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार