મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બાવળિયાળી ઠાકરધામમાં હુડો રાસે સર્જ્યો વિક્રમ
ધાર્મિક, રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે કલાકારોની ઉપસ્થિતિમાં અનોખો સાંસ્કૃતિક ઉપક્રમ
તીર્થસ્થાન નગાલાખા બાપા ઠાકર મંદિર સ્થાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં હુડો રાસે વિક્રમ સર્જ્યો છે. બાવળિયાળી ઠાકરધામમાં રામબાપુનાં નેતૃત્વ સાથે ધાર્મિક, રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે કલાકારોની ઉપસ્થિતિમાં અનોખો સાંસ્કૃતિક ઉપક્રમ યોજાઈ ગયો.
રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાયેલ હુડો રાસે વિક્રમ સર્જ્યો છે. તીર્થસ્થાન નગાલાખા બાપા ઠાકર મંદિર સ્થાનમાં ૭૫ હજાર જેટલી બહેનોએ પરંપરાગત વેશભૂષામાં કલાકારોનાં ઢોલ સંગીત અને ગાન સાથે હુડો રાસ પ્રસ્તુત કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપણી જગ્યા દ્વારા ધર્મ અને સંસ્કૃતિનાં આ આયોજનને બિરદાવ્યું. સરકાર દ્વારા પણ આપણાં ધર્મસ્થાનો સાથે સર્વાંગી વિકાસ માટે નક્કર અને સફળ આયોજનો થઈ રહ્યાનું જણાવી, આપણી ધર્મ સંસ્થાઓનો સહયોગ મળી રહ્યાનો રાજીપો વ્યક્ત કર્યો.
મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે રાજેન્દ્રદાસજી મહારાજ અને જગ્યાનાં અગ્રણીઓ સાથે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં સંસ્કૃતિનું અનોખું દર્શન રજૂ થયું.
આ પ્રસંગે ભવાનભાઈ ભરવાડે સ્વાગત સાથે પ્રાસંગિક વાત કરી.
મુખ્યમંત્રી અને મહાનુભાવોએ પ્રથમ મંદિર સ્થાનમાં દર્શન કરી હુડો રાસ સ્થળ ઉપર પહોંચ્યા હતાં. જયાં માલધારી પરિધાન વડે તેઓનું અભિવાદન થયું હતું.
કાર્યક્રમનાં સંચાલનમાં નરેશ મહેતા રહ્યાં હતાં. ભાવનગર અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત અને બહારથી મહેમાનો અને ભાવિકો મોટી સંખ્યામાં અહીંના ધર્મ ઉત્સવમાં સહભાગી બન્યાં છે. આ પ્રસંગે દાતા નવઘણભાઈ મીરના સંકલ્પ સાથે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ પણ કરવામાં આવી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प