નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ દ્વારા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની વિઝીટ કરવામાં આવી
ટાઉન પોલીસ દ્વારા બાળકોને ગુડ ટચ અને બેડ ટચની માહિતી આપવામાં આવી
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી ના બાળકો દ્વારા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની વિઝીટ કરવામાં આવી. તેમાં બાળકોને પોલીસ સ્ટેશનની કામગીરી જોઈ તેમજ પોલીસ સ્ટેશનના તમામ વિભાગની માહિતી મેળવી અને પોલીસ દ્વારા બાળકોને ગુડ ટચ અને બેડ ટચની માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીમતી સુતરીયા સાહેબ, ડી સ્ટાફ માંથી રઘુભાઈ, સુભાષભાઈ, કમલેશભાઈ અને અન્ય પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તેમજ શાળા વ્યવસ્થાપક કમિટીના સભ્યો, શિક્ષકો અને તેમજ બાળકોએ આ વિઝિટમાં ભાગ લીધો હતો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प