નવસારી ભાજપ પ્રમુખનો તાજ ફરી એકવાર ભુરાલાલ શાહના શિરે
ક્લસ્ટર ઇન્ચાર્જ જશવંતસિંહ ભાભોરે કમલમ ખાતે કરી નામની જાહેરાત
નવસારી જિલ્લા ભાજપ પ્રમુખના પદની જાહેરાતની સૌ કાર્યકરો રાહ જોઈ રહ્યા હતાં અને આજે તેમની આતુરતાનો અંત આવ્યો છે. નવસારી જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહની ફરી એકવાર વરણી કરવામાં આવી છે.
નવસારી જિલ્લાના નાનાથી નાના કાર્યકર્તાથી લઈને તમામ મોટા હોદ્દેદારોને સાચવીને તેમણે મહત્વની ભૂમિકા ભાજપને આગળ લાવવા માટે ભજવી છે. તેમના ગત જિલ્લા ભાજપ પ્રમુખના કાર્યકાળ દરમિયાન કેટલાક મહત્વના કામો અને નવસારી જિલ્લામાં ભાજપનો વિસ્તાર વધારવા માટે મહત્વની ભૂમિકા સંગઠનમાં તેમની સાબિત થઈ છે.
ત્યારે આજે ગુરુવારે તેમને ફરી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે જાહેરાત કરાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અને શહેરીજનોમાં પણ ખુશીની લાગણી વ્યાપી છે.
જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની વરણી પ્રક્રિયા અંગે ક્લસ્ટર ઇન્ચાર્જ જશવંતસિંહ ભાભોરની આગેવાનીમાં નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડના સાંસદ ધવલ પટેલ પણ હાજર રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प