કઠલાલ તાલુકામાં ભાટેરાના યુવકે ગળાફાંસો ખાઇ મોતને વ્હાલું કરતાં મચેલી ચકચાર મચી
યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાનું જીવનનો અંત આણ્યો : પોલીસે તપાસ હાથ ધરી
કઠલાલ પાસેના ભાટેરા ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાનું જીવનનો અંત આણ્યો છે. વાવના મુવાડા પાસે કેનાલ નજીક ઝાડની ડાળીએ ગળા દુપટ્ટો બાંધી આપઘાત કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કઠલાલ પોલીસે આ બનાવ મામલે અપમૃત્યુનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કઠલાલ તાલુકાના ભાટેરા ગામે રહેતા 22 વર્ષિય અક્ષય ઉર્ફે અકો સંજય પરમાર નામના યુવાને ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે. ગતરોજ સાંજેથી પોતાના ઘરેથી લાપતા બન્યો હતો. જે બાદ આજે મંગળવારે સવારે આ અક્ષય ઉર્ફે અકાનો મૃતદેહ વાવનામુવાડા કેનાલ પાસે લીમડાના ઝાડ સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતાં તેઓ સ્થળ પર દોડી ગયા હતા. આ ઉપરાંત બનાવ અંગે કઠલાલ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
પોલીસે મરણજનારના સગાભાઈ સંજય ઉર્ફે લાલાની જાહેરાતના આધારે અપમૃત્યુની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવાને કોઈ અગમ્ય કારણોસર આ આપઘાત કર્યો હોવાનું તપાસ કરતા પોલીસ અધિકારી એમ.એમ.દેસાઈએ જણાવ્યું છે. વધુમાં તેઓએ કહ્યું કે, બનાવ સ્થળ પાસેથી મરણજનારનું મોટરસાયકલ પણ મળી આવ્યું છે. હાલ તપાસ ચાલુ છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प