सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખંભાતના મેળામાં ધાર્મિક પુસ્તકના કાગળના ટુકડા ઉડાડવા બાબતે થયેલી બબાલમાં પોલીસકર્મીને મારમારનાર અસામાજીક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી

ખંભાતના મેળામાં ધાર્મિક પુસ્તકના કાગળના ટુકડા ઉડાડવા બાબતે થયેલી બબાલમાં પોલીસકર્મીને મારમારનાર અસામાજીક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા ક્ષત્રિય એકતા સમિતીની માંગ

ધનંજય શુક્લ
  • Nov 23 2024 2:31PM
ખંભાત શહેરમાં ચાલતાં મેળા દરમિયાન રાત્રીના સમયે કેટલાક બાળકોએ ચગડોળમાં બેસી ધાર્મિક પુસ્તકના કાગળના ટુકડા ઉડાળતા વાતાવરણ તંગ બન્યું હતું. આ દરમિયાન ફરજ પરના પોલીસ કર્મચારીને મારમારી કપડા ફાડી નાંખનાર અસામાજીક તત્વો વિરૂદ્ધ યોગ્ય પગલાં ભરી સત્વરે કાર્યવાહી કરવાની માંગ સાથે આણંદ જિલ્લા ક્ષત્રિય એકતા સમિતી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 

આણંદ જિલ્લા ક્ષત્રિય એકતા સમિતી દ્વારા આપવામાં આવેલ આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગત તારીખ 17-11-24 ના રોજ ખંભાત ખાતે ચાલતા મેળા દરમિયાન સગીર બાળકો દ્વારા અજાણતા ચકડોળમાંથી ઉડાવવામાં આવેલ ધાર્મિક પુસ્તકના કાગળના ટુકડા બાબતે ગણતરીના સમયમાં ખંભાત પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને સગીર બાળકોને પકડી કાયદેસર કાર્યવાહી કરેલ હોવા છતાં ખુબ જ મોટી સંખ્યામાં ખંભાત સીટી પોલીસ સ્ટેશનની બહાર અચાનક ગેરકાયદેસર રીતે અસામાજીક તત્વોના ટોળેટોળાં ઉમટી આવ્યાં હતા અને સગીર બાળકને (આરોપી) ને અમારા હવાલે કરી દો તેમ કહી તેને મારી નાખવા બાબતની ચીસો પાડવા લાગ્યાં હતાં. જેથી ત્યાં હાજર પોલીસ કર્મચારીએ તે સગીર બાળકને આ અસામાજીક તત્વોનો ભોગ ન બને તે માટે બચાવ્યો હતો અને ત્યાં ગેરકાયદેસર રીતે એકઠાં થઈને તોફાન મચાવતાં અસામાજીક તત્વોના ટોળાનો વિડીયો ઉતારતા હતાં. દરમિયાન ત્યાં હાજર એક અસામાજીક તત્વએ પોલીસ કર્મચારીને ધક્કો મારીને સામેની સાઇડે આવેલ ડી-સ્ટાફની ઓફિસમાં ધકેલી ગયેલ અને ગંદી તેમજ બિભત્સ ગાળો બોલી મારમારી કરી, કપડા ફાડી નાંખ્યા હતાં. આ શરમજનક ઘટનાને પગલે ખંભાત સીટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓના સરકારી વાહનોને પણ નુકશાન પહોંચાડ્યું હતું. માટે, આ અસામાજિક તત્વો વિરૂદ્ધ યોગ્ય પગલાં ભરી સત્વરે કાર્યવાહી કરવાની માંગ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार