सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સરદાર સરોવર નર્મદા ડેમના ૧૦ દરવાજા ૨.૨૫ મીટરની ઉંચાઈ સુધી ખોલીને છોડાઈ રહેલું ૧.૫૦ લાખ ક્યુસેક પાણી

RBPHનાં ૬ મશીનો કાર્યરત થતાં તેમાંથી ૪૫ હજાર ક્યુકેસ પાણી અને રેડિયલ ગેટ એટલે કે ૪૫,૦૦૦+૧,૫૦,૦૦૦ = ૧,૯૫,૦૦૦ ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે

શૈશવ રાવ નર્મદા
  • Sep 4 2024 4:55PM
નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ નાંદોદ તાલુકામાં ૭૧ મિ.મિ.વરસાદ નોંધાયો

નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો હતો. જોકે, બુધવારે તેમાં આંશિક રાહત જોવા મળી છે. બુધવારે સવારે ૬ કલાકે પૂર્ણ થતા ૨૪ કલાકની સ્થિતિએ સૌથી વધુ નાંદોદ તાલુકામાં ૭૧ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં ૩૪ મિ.મિ., દેડિયાપાડા તાલુકામાં ૨૨ મિ.મિ., સાગબારા તાલુકામાં ૦૭ મિ.મિ. અને તિલકવાડા તાલુકામાં ૦૪ મિ.મિ. વરસાદ નોંધાતા છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં સરેરાશ ૨૭.૬૦ અને કુલ ૧૩૮ મિ.મિ. વરસાદ નોંધાયો હતો.  

નર્મદા જિલ્લામાં આવેલા વિવિધ ડેમોની સપાટી જોઇએ તો આજે તા.૪થી સપ્ટેમ્બરે સવારે ૯.૧૫ કલાકની સ્થિતિએ નર્મદા ડેમ ૧૩૪.૫૪ મીટરે છે. નર્મદા બંધના ઉપરવાસમાંથી પાણીની થઈ રહેલી આવક સામે બુધવારે સવારે ૯-૧૫ કલાકથી ડેમના ૧૦ દરવાજા ૨.૨૫ મીટર ખોલીને ૧.૫૦ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સાથે નદી તળ વિદ્યુત મથક (RBPH)નાં ૬ મશીનો કાર્યરત થતાં તેમાંથી ૪૫ હજાર ક્યુકેસ પાણી એટલે કે ૪૫,૦૦૦+૧,૫૦,૦૦૦ = ૧,૯૫,૦૦૦ ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે. 

બીજી તરફ કરજણ ડેમ ૧૧૦.૨૫ મીટરની સપાટીએ છે. ડેમના રૂલ લેવલને જાળવવા માટે ગેટ નં. ૨,૪,૫,૭ (૦.૪૦ મીટર) ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી કરજણ ડેમના હેઠવાસમાં આશરે ૭૭૫૬ ક્યુસેક્સ પાણી વહી રહ્યું છે. સાગબારા તાલુકામાં આવેલા નાના કાકડીઆંબા ડેમ ૧૮૭.૭૫ મીટર અને ચોપડવાવ ડેમ ૧૮૭.૫૦ મીટરની સપાટીએ હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની સ્થિતિ ઉપર નજર કરીએ તો સાગબારા તાલુકામાં ૧૪૬૧ મિ.મિ., નાંદોદ તાલુકામાં ૧૪૩૪ મિ.મિ., તિલકવાડા તાલુકામાં ૧૪૨૯ મિ.મિ., દેડિયાપાડા તાલુકામાં ૧૩૮૨ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં ૧૦૫૦ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુધીમાં સરેરાશ ૧૩૫૨ મિ.મિ. વરસાદ નોંધાયો છે.  

ગતરોજ જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે દેડિયાપાડા તાલુકાના ફુલસર ગામના રહીશ ખાનસીંગભાઈ સીંગાભાઈ વસાવા જેઓ તા.૦૩/૦૯/૨૦૨૪ને મંગળવારના રોજ પોતાનું પશુધન ચરાવવા માટે ગામની સીમમાં આવેલા જંગલમાં ગયા હતા. જ્યાંથી સાંજના સમયે પરત ઘર તરફ આવતા ટૂંકનેર પાસે હિંદવાઈ કોતર ઓળંગતી વખતે પાણીનો પ્રવાહ વધુ હોય પશુઓ તણાઈ ગયા હતા. જે પૈકી ૨(બે) ગાયોના મૃત્યુ થયા હતા જ્યારે એક ગાય ઈજાગ્રસ્ત થઈ હોવાના અહેવાલો જિલ્લા આપત્તિવ્યવસ્થાપન તરફથી પ્રાપ્ત થયા છે. 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार