सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Navratri 2024: નવરાત્રિનો આજે આઠમો દિવસ, જાણો મા મહાગૌરીની પૂજા તેમજ કન્યાભોજનું મહત્વ

નારદની સલાહ પર તેમણે ભગવાન મહાદેવ સાથે લગ્ન કરવાનો સંકલ્પ લીધો હતો. લગ્ન માટે તેમણે કઠોર તપસ્યા કરી હતી

Jashu Bhai Solanki
  • Oct 10 2024 11:02AM
નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. દેવી શ્વેત વર્ણવાળી છે અને તેમનું વાહન વૃષભ છે. શ્વેત વર્ણવાળી હોવાના કારણે તેમનું નામ મહાગૌરી છે. નારદની સલાહ પર તેમણે ભગવાન મહાદેવ સાથે લગ્ન કરવાનો સંકલ્પ લીધો હતો. આ માટે તેમણે કઠોર તપસ્યા કરી હતી. જાણીએ અષ્ટમીના દિવસે મા મહાગૌરીની પૂજા પદ્ધતિ, આરતી અને મંત્ર જાપ વિશે.

હિંદુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તો દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે. નવરાત્રીની અષ્ટમી તિથિએ માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્તો વિધિ પ્રમાણે મા મહાગૌરીની પૂજા કરે છે તેમના તમામ ખરાબ કાર્યો દૂર થઈ જાય છે અને તેમને તમામ પ્રકારના રોગોથી પણ મુક્તિ મળે છે. તેમજ મનુષ્યની તમામ મનોકામના પૂર્ણ થાય છે. 

માં મહાગૌરીનું સ્વરુપ 
ભગવાન શિવજીની કઠીન તપસ્યાના કારણે માં મહાગૌરીનું શરીર કાળું પડી ગયું હતુ. તેમની કઠોર તપસ્યાથી મહાદેવ પ્રસન્ન થયા અને તેમની પ્રાથના સ્વિકારી હતી. જ્યારે તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન મહાદેવ તેમને વરદાન આપવા આવ્યા ત્યારે તેમણે પાર્વતીજીને ગંગાજળ અર્પણ કરતા તેઓ ફરીથી ગૌર એટલે કે ગોરા રંગવાળા બની ગયા. તુલસીદાસજીએ પોતાની રચનમાં પાર્વતીની તપસ્યાનો ઉલ્લેખ કર્યો છે. તેમના ગોરા રંગની સરખામણી શંખ અને ચંદ્ર સાથે કરવામાં આવે છે.

કિશોરી અવસ્થામાં માતા સફેદ વસ્ત્રો ધારણ કરતા હતા. તેમની ચાર ભૂજાઓ છે. જમણી બાજુ ઉપરનો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના હાથમાં ત્રિશૂળ છે. ઉપરની તરફ ડાબા હાથમાં ડમરુ છે અને નીચેનો હાથ અભય મુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ છે.

મહાગૌરીની પૂજાનું મહત્વ
મહાગૌરીની પૂજા ખૂબ જ ફળદાયી છે. તેમની પૂજા કરવાથી તમામ પાપનો નાશ થાય છે. અનેક જન્મોના સંચિત પાપ પણ દૂર થાય છે. આ સાથે આવનારા પાપોનો અગાઉથી નાશ થવાની સંભાવના રહે છે. અક્ષય પુણ્યોનો ઉદય થાય છે. મનથી કરવામાં આવેલી પૂજાથી દેવી અપાર ફળ આપે છે. દેવી પુરાણ અનુસાર આ દિવસે 8 કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે. સ્ત્રીઓ આજે જાંબલી રંગના કપડાં પહેરે છે. ઘણા લોકો આ દિવસે હવન અને કન્યા પૂજા કરે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार