सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દેશના જાણીતા ઉદ્યોગપતી રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, PM મોદી સહિત અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક

તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટા 86 વર્ષના હતા.

Jashu Bhai Solanki
  • Oct 10 2024 9:45AM

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે રાત્રે નિધન થયું હતું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટા 86 વર્ષના હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત હતી. ટાટાના નિધન બાદ દેશભરમાં શોકની લહેર છે. રાજકારણ, સિનેમા, રમતગમત, ઉદ્યોગ જગત જેવા દરેક ક્ષેત્રના દિગ્ગજોએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. 


વડાપ્રધાન મોદીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યું હતું કે, 'શ્રી રતન ટાટાજી એક દૂરદર્શી બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને અસાધારણ માણસ હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું આગળ હતું. તેમણે તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને સારા બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતાને કારણે ઘણા લોકોમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું.


Shri Ratan Tata Ji was a visionary business leader, a compassionate soul and an extraordinary human being. He provided stable leadership to one of India’s oldest and most prestigious business houses. At the same time, his contribution went far beyond the boardroom. He endeared… pic.twitter.com/p5NPcpBbBD


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શોક વ્યક્ત કર્યો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લખ્યું હતું કે  'શ્રી રતન ટાટાના નિધનથી ભારતે એક એવા આઇકનને ગુમાવ્યો છે જેણે કોર્પોરેટ વિકાસને રાષ્ટ્ર નિર્માણ અને ઉત્કૃષ્ટતાને નૈતિકતા સાથે જોડ્યા. પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત તેમણે ટાટાના મહાન વારસાને આગળ ધપાવ્યો અને તેને વધુ પ્રભાવશાળી વૈશ્વિક હાજરી આપી. પરોપકાર અને દાનમાં તેમનું યોગદાન અમૂલ્ય છે. હું તેમના પરિવાર, ટાટા ગ્રુપની સમગ્ર ટીમ અને વિશ્વભરમાં તેમના પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.


In the sad demise of Shri Ratan Tata, India has lost an icon who blended corporate growth with nation building, and excellence with ethics. A recipient of Padma Vibhushan and Padma Bhushan, he took forward the great Tata legacy and gave it a more impressive global presence. He…

રતન ટાટા બે દિવસ અગાઉ હોસ્પિટલમાં મેડિકલ ચેક-અપ માટે દાખલ થયા હતા. તેમજ લોકોને સંદેશો આપ્યો હતો કે અફવાઓથી દુર રહેવુ, હું સ્વસ્થ છુ ફક્ત મેડિકલ ચેક-અપ માટે હોસ્પિટલમાં એડમીટ છું. પરંતુ મોડી રાત્રે તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार