सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ માં આવનારા દેશ-વિદેશના યાત્રિકો ને અકસ્માત ન થાય તે માટે જિલ્લા કલેકટરે પ્રશંશનીય કાર્યવાહી કરી.

ફોર ટ્રેક રોડ પર વગ ધરાવતા મોટા વેપારી ઉદ્યોગપતિઓ એ નેશનલ હાઈવે ના ફોર ટ્રેકના ડિવાઇડરો ને તોડવામાં માસ્ટરી હાંસલ કરી હતી

મૌલીક ઝણકાટ
  • Feb 10 2025 3:06PM
પરંતુ એક અકસ્માતે..ત્રણ લોકો એ જીવ ગૂમાવતા.. કલેકટરના આદેશ બાદ ઘોર નિદ્રામાં પોઢેલું સરકારી તંત્ર સફાળૂ જાગ્યું.. અને કલેક્ટરના આદેશથી પોલીસ ફરિયાદ કરાતા આવા ડિવાઈડર તોડનારા અનેક લોકોમાં ફફડાટ મચી ગયો છે...


સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર ઊના નજીક સીમાસી ગામ પાસે આવેલ એક પેટ્રોલ પંપ સંચાલક દ્વારા નેશનલ હાઈવેના ડીવાઈડર તોડવાના કારણે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવીછે.
ગીર સોમનાથ જિલ્લાના સિમાસી ગામ પાસે આવેલ એક નાયરા પેટ્રોલપંપની બાજુમાં નેશનલ હાઇવે પર ગત તા.૨૮/૦૧/૨૦૨૫ ના રોજ એક ગંભીર અકસ્માત થયેલ હતો. જેમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે મૃત્યુ નીપજેલ હતા.આ ઘટના બાદ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા સબંધિત વિભાગો ને તપાસના આદેશ આપવામાં આવેલ હતા.જે તપાસમાં અકસ્માત સ્થળની આગળના ભાગમાં ડીવાઈડર તોડવામાં આવેલ હોવાનું ધ્યાને આવેલ હતું.જેથી આ ગંભીર ગુન્હો કરનાર વિરૂદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવાના આદેશ કલેકટરે આપેલ.જે બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી, ભાવનગરના દ્વારા તપાસ  કરતા તૂટેલા ડીવાઈડરની સામેના ભાગમાં આવેલ પેટ્રોલ પંપના માલિક દ્વારા પોતાના ધંધાકીય લાભ માટે ડીવાઈડર તોડવામાં આવેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતા, ઉના પોલીસ સ્ટેશનમાં પેટ્રોલ પંપ સંચાલકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


ગીર સોમનાથ જિલ્લામાં નેશનલ હાઇવે પર અનેક વગ ધરાવતા લોકોએ પોતાના ધંધાને વ્યવસાય વધારવા માટે મન પડે ત્યાં ડિવાઈડરો તોડી અને લોકોને આવવા જવાની વ્યવસ્થા ઉભી કરી હતી. જેના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પરંતુ તંત્રના જવાબદાર અધિકારીઓ આ બાબતે ઉદાસીન હતા. ત્યારે જિલ્લા કલેકટરના આદેશથી હવે જિલ્લાભરમાં આવા કોઈપણ ડિવાઈડરો પોતાના લાભ ખાતર તોડનારાઓ સામે પોલીસ ફરિયાદ કરાવવાનો આદેશ કલેકટર દ્વારા કરાતા આવા સંખ્યાબંધ ડિવાઈડર તોડનારાઓમાં ફફડાટ મચી ગયો છે.. અને તંત્ર પણ હાફણૂ ફાફડું થઈ દોડવા લાગ્યું છે..


જીલ્લા કલેકટર દ્વારા જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠક બોલાવી અને જિલ્લામાં આવા ગંભીર અકસ્માત થતાં અટકાવવા. નેશનલ હાઇવે પરના આવા ગેરકાયદે તોડવામાં આવેલ  ડીવાઈડરનો સર્વે હાથ ધરી અને તેને યુદ્ધનાં ધોરણે બંધ કરવા આદેશ આપતા, હાઇવે પરના તમામ અનધિકૃત કટિંગ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.ભવિષ્યમાં પણ નેશનલ હાઇવે પર અનધિકૃત કટિંગનો નિયમિત સર્વે હાથ ધરી અને રોડ સેફ્ટીની બેઠકમાં રજૂ કરવા આર. ટી . ઓ. તથા પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ હતી.તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જણાવેલ હતું કે, ભવિષ્યમાં કોઈ પણ ઈશમ દ્વારા ગેરકાયદેસર રીતે ડીવાઈડરને તોડવામાં કે નુકશાન કરવામાં આવશે તો તેના વિરૂદ્ધ કઠોર કાર્યવાહી હાથ ધરવામાં આવશે...

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार