બજેટમાં શું મળ્યું ભાવનગર ને --
-ભાવનગર નાં એરપોર્ટનું વિસ્તરણ કરવામાં આવશે.
આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરવામાં આવતા રાજ્યસરકાર તરફથી ભાવનગરને મળતી સહાયમાં માતબર રકમ નો વધારો થશે.
ભાવનગરમાં વસતાં પેન્શનરોને તેમની હયાતીની ખાતરી ઓનલાઈન અને વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
ભાવનગર અને રાજકોટને જોડતા હાઈવે પર કરોડો રૂપિયાના ખર્ચે હાઇસ્પીડ કોરીડોર બનાવવામાં આવશે.
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર માટે અલગ બજેટ ફાળવેલ છે તથા સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ હેઠળ ભાવનગરને સમાવી લેવામાં આવ્યું છે.
વર્તમાનમાં સાયબર ગુના ન અન્વેષણ માટે ભાવનગર ખાતે સાયબર ફોરેન્સિક યુનિટ તૈયાર કરવામાં આવશે.
સરકારની વિવિધ યોજનાની માહિતી મળી રહે તે હેતુ માટે ભાવનગરની કલેકટર ઓફીસ, જીલ્લા પંચાયત તેમજ મહાનગરપાલિકા ની ઓફિસે ડીજીટલ ડિસ્પ્લે મૂકવામાં આવશે.
હયાત ઓવર હેડ ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કને અન્ડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં ફેરવવામાં આવશે.