નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે ઉતરાયણ પર્વે અનોખા પતંગોના શણગાર કરાયા
મંદિરે સવારથી જ ભક્તો દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ ખાતે દાદાને ઉતરાયણ પર્વે અનોખા પતંગોના શણગાર કરવામાં આવ્યા, સાથે સાથે અયોધ્યા રામ મંદિરને એક વર્ષ પૂર્ણ થઈ પ્રભુ શ્રી રામજીના શણગાર કરવામાં આવ્યા.
આ પ્રસંગે દાદાને અલગ અલગ પ્રકારની પતંગો નાની મોટી તથા એક વર્ષ દરમિયાન મંદિરમાં થયેલ શણગાર તથા ઉત્સવોની ઝાંખી કરાવતી પાંચ પતંગો બનાવવામાં આવી અને સાથે ફિરકા, પીપૂડા, પતંગો જેવા ઉતરાયણ ને લગતી સામગ્રી દાદાના ગર્ભ ગુહમાં તથા મંદિર પરિસરમાં લગાવવામાં આવી. સાથે સાથે અયોધ્યા ધામ ખાતે રામ મંદિરને આજરોજ એક વર્ષ પૂર્ણ થઈ બીજા વર્ષમાં પ્રવેશે છે ત્યારે રામજીના વિવિધ પ્રકારના પોસ્ટર લગાવી રામધૂન કરવામાં આવી તથા હનુમાન ચાલીસા કરવામાં આવી તથા દાદાને પરંપરાગત મુજબ મલિન્દો જમાડવામાં આવ્યો.
આ મંદિર 141 વર્ષ જૂનો મંદિર છે જ્યાં દર શનિવારે દાદાને અનોખા શણગાર કરવામાં આવે છે અને સવારથી જ ભક્તો દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प