सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

7th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે ડીએમાં વધારાનો ફાયદો, નવા વર્ષે પગાર વધારો પણ આવશે

છેલ્લે કેન્દ્ર સરકારે જુલાઇ 2014ના વર્ષમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો હતો

Jashu Bhai Solanki
  • Dec 12 2024 10:06AM

2025નું નવું વર્ષ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર લઇને આવે તેવી શક્યતાઓ છે. પીએમ મોદીના નેતૃત્વમાં સરકાર જાન્યુઆરી 2025માં મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવા માટે વિચારણા કરી રહી છે. જો આ વધારો કરવામાં આવશે તો કુલ મોંઘવારી ભથ્થુ વધીને 56 ટકા થઇ જશે.

જુલાઇ 2014માં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. 
છેલ્લી વખત કેન્દ્ર સરકાર દ્વારા જુલાઇ 2014 માં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે પછીના નવા દરો જુલાઇ 2024થી જ લાગુ કરવામાં આવશે. જે નવા વર્ષમાં એક સાથે જમા કરવામાં આવશે. જાન્યુઆરી 2025માં સંભવિત 3 ટકા મોધવારી ભથ્થુ વધારો કરવામાં આવે તેવી શક્યાતાઓ છે.

AICPI ઇન્ડેક્સના આધારે વધારો
મોઘવારી ભથ્થાની ગણતરી ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે કરવામાં આવે છે. સપ્ટેમ્બર 2024 સુધીમાં આ ડેટા મુજબ મોઘવારી ભથ્થુ 54.49 ટકા પર પહોચી ગયું હતું. જોકે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2024ના આંકડા આવવાના બાકી છે. આ ડેટાના આધારે અંતિમ નિર્ણય કરવામાં આવશે.

પેન્શનરો અને કર્મચારીઓને ફાયદો થશે
મોંઘવારી ભથ્થામાં વધારાથી કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. જોકે, જાન્યુઆરી 2025માં મોંઘવારી ભથ્થામાં થયેલો વધારો તાજેતરના વર્ષોમાં સૌથી ઓછો હોઈ શકે છે.

મોંઘવારી ભથ્થું શા માટે મહત્વનું છે?
સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું મોંઘવારીની અસરને સંતુલિત કરવા માટે આપવામાં આવે છે. આ ભથ્થું દર છ મહિને (જુલાઈ અને જાન્યુઆરી) સુધારવામાં આવે છે.  


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार