અમરેલીના રાજુલા શહેરના જકાતનાકા વિસ્તારમાંથી જાહેરમાં હારજીતનો જુગાર રમતા છ વ્યક્તિઓ ઝડપાયા
પોલીસે તમામ જુગારીઓ પાસેથી રોકડા રૂ.10,850/-નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી
અમરેલી પોલીસ SP હિંમકરસિંહ, નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી દ્વારા જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડ કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેને પગલે રાજુલા પી.આઈ. એ.એમ.દેસાઇ નીચે રાજુલા પોલીસ ટીમે રાજુલા ટાઉન વાવેરા રોડ જકાતનાકા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 06 વ્યક્તિઓને રોકડા રૂ.10,850/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તેમના વિરૂદ્ધમાં રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प