ગુજરાત પ્રદેશ ભાજપ પૂર્વ અધ્યક્ષ અને હાલના જળ શક્તિમંત્રી સીઆર પાટીલના નિવાસસ્થાને ભાજપ સરકારનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે પીએમ મોદી, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગુજરાતના સાંસદ સહિત ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.
સીઆર પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન
ગતરોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે દિલ્હી સ્થિત તેમના વિવાસ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ અને વિશેષ ભોજન સમારોહનું આયોજન કર્યુ હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેસ અને મંત્રી મંડળ સહિત રાજ્યના સાંસદો ધારાસભ્યો અને નેતાઓ હાજર રહ્યા હતા. આ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સીઆર પાટીલે કરી યજમાની
જેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે યજમાની કરી હતી. અને કહ્યું હતું કે મારા માટે ખુબ જ આનંદની વાત છે. અને ગર્વની ક્ષણ છે. મારા પરિવારના સભ્યો સાથે પીએમ મોદી અમિત શાહ અને ગુજરાતના સીએમ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા અને રાજ્યસભાના સાંસદો અને ગુજરાતના ધારાસભ્યોને હોસ્ટ કરવાનો લહાવો મળ્યો જે બદલ આભાર. આ તક મારા જીવનનો સૌથી અવિસ્મરણીય અનુભવ છે.
ભાપજ સરકાર એક જ ફ્રેમમાં
આ પ્રસંગે તમામ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં તમામ મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોએ ભાજન લીધુ હતું. પીએમ મોદીએ પણ તમામ મહેમાનો સાથે વાતચીત કરી હતી. તેમજ અંતમાં તમામ મહેમાનો સાથે ગૃપ ફોટો પાડવામાં આવ્યો હતો.