કેદારનાથ ધામના કપાટ આજે બંધ થઇ જશે, ત્યારે આજે વહેલા સવારે 4 વાગ્યાથી સંપુર્ણ પૂજા વિધી કરવામાં આવી છે. કપાટ બંધ કરવામો સમય 8.30 હતો. હવે બાબા કેદારનાથ 6 મહિના સુધી ઉખીમઠમાં જ દર્શન આપશે. ઉત્તરાખંડના હિમાલયમાં સ્થિત ચાર ધામ, પંચ કેદારનાથ, અને પંચ બદ્રીના કપાટને શિયાળા માટે શનિવારથી બંધ કરવાનો સિલસિલો ચાલુ થઇ ગયો છે. ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત ગંગોત્રી ધામના કપાટ 2 નવેમ્બરે બંધ કરી દેવામાં આવ્યા હતા. જ્યારા કેદારનાથ ધામ અને યમુનોત્રી ધામના કપાટ
આજે એટલે કે 3 નવેમ્બરે બંધ કરવમાં આવ્યા છે.
કપાટ બંધ કરતા પહેલા, તેમને 10 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. બીજા દિવસે 4 નવેમ્બરે ત્રીજા કેદાર, તુંગનાથના કપાટ પણ બંધ રહેશે. બદ્રીનાથ ધામના કપાટ શિયાળા માટે 17મી નવેમ્બરે અને મદમહેશ્વરના કપાટ 20મી નવેમ્બરે બંધ કરવામાં આવશે.
આજે, અભિજીત મુહૂર્ત દરમિયાન, કેદારનાથ ધામ અને યમુનોત્રી ધામના કપાટ શીતકાળ માટે બંધ કરી દેવામાં આવશે. આજે ભાઈબીજ નિમિત્તે સવારે 8.30 કલાકે ધામના કપાટ બંધ કરવામાં આવ્યા. બાબા કેદારનાથ ધામના કપાટ બંધ કરવાની પ્રક્રિયા ગત મંગળવારથી જ શરૂ કરી દેવામાં આવી હતી. શીતકાળ માટે ધામમાં આવેલા ભાણકુઠ ભૈરવનાથના કપાટ સૌથી પહેલા બંધ કરી દેવામાં આવ્યા હતા.
જણાવી દઈએ કે આ વર્ષે કેદારનાથ ધામમાં સૌથી વધુ સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. ચોમાસાની ઋતુમાં પણ શ્રદ્ધાળુઓની આસ્થા ડગી ન હતી અને મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવ્યા હતા. 31 ઓક્ટોબર સુધીમાં, કેદારનાથ ધામમાં ભક્તોની સંખ્યા 1602144 પર પહોંચી ગઈ છે અને કપાટ બંધ થવાના અવસર પર પણ મોટી સંખ્યામાં ભક્તો કેદારનાથમાં હોવાની અપેક્ષા છે. છેલ્લા 6 દિવસમાં 1 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચ્યા હતા. યમુનોત્રી ધામના કપાટ પણ આજે જ બંધ થશે. આજે દ્વાર બંધ થવાના અવસરે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.