રાજ્ય સરકાર દ્વારા દર્દીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટલો હવે પછીથી દર્દીઓને પોતાની મેડિકલમાંથી દવાઓ ખરીદવા માટે દબાણ કરી શકશે નહી. પોતાના મેડિકલ સ્ટોર માંથી દવાઓ ખરીદવા માટેનું દબાણ કરતી હોસ્પિટલો સામે એક્શન લેવામાં આવશે. ગુજરાત રાજ્ય ખોરાક અને ઔષધી નિયમન દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો.
હોસ્પિટલના જ મેડિકલમાથી દવાઓ ખરીદવી ફરજિયાત નથી.
રાજ્યામાં ચાલી રહેલા ખ્યાતિ કાંડ બાદ સરકાર હવે એક્શનમાં છે. હોસ્પિટલે પોતાના મેડિકલમાંથી દવાઓ ખરીદવી ફરજિયાત ન હોવાની નોટીસ પણ લગાવવી પડશે, ખોરાક અને ઔષધી વિભાગ દ્વારા હોસ્પિટલોને સૂચના આપવામાં આવી.
હાલ રાજ્યમાં ચાલતા ખ્યાતિ હસ્પિટલ કાંડને કારણે રાજ્યમાં વધું પાચ હસ્પિટલોને પીએમજય યોજનામાથી બાકાત કરવામાં આવી છે. તેજન હાલ પકડેયાલ આરોપીઓની પુછપરછ ચાલી રહી છે.