સુખપર ગામ પાસે આરાધધામમાં સંત ગાથા સાથે દિવ્ય જ્યોત દર્શન લાભ
કથા વક્તા સંત પ્રેમી ઘનશ્યામભાઈ લખાણી દ્વારા થતું સનાતન ચરિત્ર ગાન
સુખપર ગામ પાસે આરાધધામમાં રવિવારથી કથા વક્તા સંત પ્રેમી ઘનશ્યામભાઈ લખાણી દ્વારા સનાતન ચરિત્ર ગાન થઈ રહેલ છે. સંત ભક્ત ચરિત્ર ગાથા સાથે અહીંયા સિદ્ધ સ્થાનોની દિવ્ય જ્યોત દર્શન લાભ મળી રહ્યો છે.
ગારિયાધાર નજીક આવેલાં સુખપર ગામ પાસે ભારતીઆશ્રમ આરાધધામ મામાપીર જગ્યામાં રવિવારથી કથા વક્તા સંત પ્રેમી ઘનશ્યામભાઈ લખાણી દ્વારા આપણાં સંતોની ચરિત્ર કથા સુંદર રીતે વર્ણવી રહ્યાં છે.
સનાતન ચરિત્ર ગાન સંત ભક્ત ચરિત્ર ગાથા સાથે અહીંયા આપણી દેહાણ્ય જગ્યા સિદ્ધ સ્થાનોની જ્યોત પધરાવવામાં આવી છે, જેનાં દર્શનનો લાભ ભાવિક ભક્તો લઈ રહ્યાં છે. અહીંયા ૩૩ જેટલાં સિદ્ધ સ્થાનોની જ્યોતનું સ્થાપન કરવામાં આવ્યું છે, જેને કથા વિરામ બાદ વિધિવત જે તે સ્થાન સુધી વિદાય આપવામાં આવશે.
જગ્યાનાં અવધેશાનંદ ભારતીજીનાં નેતૃત્વ સાથે આ કથામાં સંતો, મહંતો અને મહાનુભાવો લાભ લઈ રહ્યાં છે. રવિવારે પ્રારંભ થયેલ આ સંત કથાનું ગુરુવારે સમાપન થશે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प