મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 236 બેઠકો સાથે સત્તાધારી ગઠબંધન મહાયુતિને મોટી સફળતા મળ્યા બાદ મુખ્યમંત્રી કોણ હશે તેનો નિર્ણય આજે કરવામાં આવશે. વ્યસ્ત રાજકિય ધટના વચ્ચે આજે ભાજર સ્વયંસેવક સંધ મહાયુતિ-એનડીએન જીતના મુખ્ય શિલ્પી એવા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે જોવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે ફડણવીસના નેતૃત્વમાં ભાજપ ત્રીજી વખત 100થી વધુ બેઠકો જીતવામાં સફળ રહ્યું છે.
શિંદે અને અજિત પવારની પાર્ટીએ પણ દાવો કર્યો હતો
બીજી તરફ શિવસેના પ્રમુખ એકનાથ શિંદે પણ મુખ્યમંત્રી પદની રેસમાં હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેએ કહ્યું છે કે તેમની પાર્ટી પણ ઈચ્છે છે કે તેમના નેતા અજિત પવાર મુખ્યમંત્રી બને. પરંતુ મુખ્યમંત્રી પદનો નિર્ણય મહાયુતિના ત્રણેય પક્ષો સાથે મળીને લેશે.
મોદી- શાહ લઇ શકે છે નિર્ણય
પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ આ અંગે નિર્ણય લઇ શકે છે. માનવામાં આવે છે કે આ બન્ને ટોચના નેતાઓની હાજરીમાં સમહમતિથી સોમવારે મહારાષ્ટ્રના નવા સીએમ અંગે નિર્ણય કરવમાં આવશે.
14મી મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. સરકારની રચનાની પ્રક્રિયા શરૂ કરીને ભારતના ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમાર અને મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમ રવિવારે માલાબાર હિલમાં રાજભવન ખાતે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને તેમને 15મી મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોના નામો ધરાવતી ગેઝેટ અને ભારતના ચૂંટણી પંચની સૂચનાની નકલો રજૂ કરી હતી.
આ કામ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 73માં સમાવિષ્ટ જોગવાઈઓ અનુસાર કરવામાં આવ્યું હતું. હવે ત્રણ પક્ષોની ગઠબંધન મહાયુતિ સરકારની રચનાનો રસ્તો સાફ થઈ ગયો છે.
આ વખતે પણ બે ડે. સીએમ બનાવવામાં આવશે.
માનવામાં આવી રહ્યું છે કે ગત સરકારની જેમ આ વખતે પણ એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી સરકારનો હવાલો સંભાળશે. પરંતુ હજુ સુધી તેમના નામની જાહેરાત કરવામાં આવી નથી. જ્યાં સુધી મંત્રાલયોનો સંબંધ છે, મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓ સહિત મહત્તમ 43 મંત્રીઓ હોઈ શકે છે.