ગુજરાત સહિત પાંચ રાજ્યમાં એનઆઇએ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વાસ્તવમાં જૈશ-એ-મોહમ્મદના રેડિક્લેજેશન કેસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એનઆઇએ દ્વારા 19 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમા જમ્મુ-કાશ્મિર, આસામ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતનો સમાવેશ થાય છે. શંકાસ્પદ સ્થળોએ વહેલી સવારથી ચર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
આતંકવાદી પ્રચાર અને ઉગ્રવાદી પ્રવૃતિઓની માહિતી મળતા એનઆઇએ દ્વારા ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ચર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નોંધનિય છે કે 2 મહિના પહેલા એનઆઇએ દ્વારા આતંકી સુલતાન સલાહનઉદ્દીન અયુબી ઉર્ફે અયુબી શેખની ઘરપકડ કરી હતી.
આ સાથે અગાઉ આસામ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં તપાસ કરાઇ હતી. જેમાં 26 સ્થળોએ દરોડા પાજવામાં આવ્યા હતા. તેમજ અયુબીની ઘરપકડ કરી હતી. આતંકી કાવતરા કેસમાં ભૂમિકાને કારણે આરોપીઓની ધરપકડ કરાઇ હતી. જે બાદ હવે એએનઆઇ દ્વારા જૈશ-એ-મોહમ્મદના કેસમાં પાંચ રાજ્યોમાં ચર્ચ ઓપરેશન હાથ ધરવામા આવ્યું હતું.