ભારતમાં વન નેશન વન ઇલેક્સન માટે લાંબા સમયથી વિચારણા ચાલી રહી હતી. આજે મોદી કેબિનટમાં તેમને મંજુરી આપવામાં આવી છે. આગામી અઠવાડિયામાં સંસદમાં રજુ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. કેબિનેટે પુર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમિતિ દ્વારા બનાવવામાં આવેલ રિપોર્ટને મંજુરી આપવામાં આવી હતી.
સૌથા પહેલા જેસીપી કમિટિનું ગઠન કરવામાં આવશે અને તમામ પક્ષો તરફથી સુચન લેવામાં આવશે. પછી આ બિલને સંસદમાં સાવવામાં આવશે અને તેને પાસ કરાવવામાં આવશે.
સરકાર શા માટે આ બિલ લાવવા માગે છે..
હાલમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે ચૂંટણી યોજાય છે. વન નેશન-વન ઈલેક્શન બિલ કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, તમામ રાજ્ય વિધાનસભાના સ્પીકરને કહેવામાં આવશે કે તે બુદ્ધિજીવીઓ, નિષ્ણાતો અને નાગરિક સમાજના સભ્યો સાથે તેમના મંતવ્યો શેર કરે. આ ઉપરાંત સામાન્ય લોકો પાસેથી પણ સૂચનો માંગવામાં આવશે, જેનાથી નિર્ણય લેવાની પ્રક્રિયામાં સમાવેશીતા અને પારદર્શિતા વધશે. બિલના મુખ્ય પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે જેમાં તેના ફાયદા અને સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી કરાવવા માટે જરૂરી પદ્ધતિ સામેલ છે.