सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પુતિનની ભારતીયોને મોટી ભેટ, વર્ષ 2025થી ભારતીયો માટે રશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી, જાણો અહીં સંપુર્ણ માહિતી

ગયા વર્ષે પણ ઇ વિઝાની સંખ્યાના સંદર્ભમાં ભારતે પણ ટોચના પાંચ દેશોમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.

Jashu Bhai Solanki
  • Dec 16 2024 5:55PM

ભારત અને રશિયાના સંબંધો આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે. પીએમ મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચે બન્ને દેશોનાં સંબંધોને પહેલા કરતા વધુ મૈત્રીપુર્ણ અને સારા માનવામાં આવે છે. હવે રશિયા ફરી એક વાર મૈત્રીપુર્ણ સંબંધોનું ઉદાહરણ રજુ કરી રહ્યું છે. અને ભારતીયોને મોટી ભેટ આપી રહ્યું છે. વર્ષ 2025માં ભારતીયો રશિયામાં વિઝા વિના જ મુસાફરી કરી શકશે.

મળતી મહિતી મુજબ રશિયાના નવા વિઝા નિયમો લાગુ થયા બાદ ભારતીયો વિઝા વિના રશિયા જઇ શકશે, જુનની શરુઆતમાં અહેવાલો સામે આવ્યા હતા કે રશિયા અને ભારતે અકબીજા માટે વિઝા પ્રતિબંધો હટાવવા અથવા હળવા કરવા માટે પણ દ્વિપક્ષીય કરાર પર સહી કરી હતી. તમને જણાવી દઇએ કે ભારતીયો ઓગસ્ટ 2023થી રશિયા જવા માટે ઇ-વિઝા માટે પાત્ર છે. ઇ-વિઝા જાહેર કરવામાં લગભગ ચાર દિવસ લાગે છે.

મળતી માહિતી મુજબ ઇ-વિઝાની સંખ્યાના સંદર્ભમાં પણ ભારતે ટોચના પાંચ દેશોમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. રશિયાએ ભારતીય પ્રવાસીઓને 9500 ઇ-વિઝા આપ્યા છે.

મોટા ભાગે ભારતીયો વેપાર કે પ્રવાસ માટે રશિયા જાય છે. 2023માં 60,000 થી વધુ ભારચીયોએ મોસ્કોની મુલાકાત લીધી હતી. જે 2022થી 26 ટકા વધુ છે. સીઆઇએસ સિવાયના દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે. જ્યાથી મોટાભાગના લોકો રશિયામાં પ્રવાસ કરે છે.

જુઓ અહીં અત્યારે ક્યા દેશોને વિઝા ફ્રી એન્ટ્રી છે. 
રશિયા હાલ તેમના વિઝ મુક્ત પ્રવાસી વિનિમય કાર્યક્રમ દ્વારા ચીન અને ઇરાનના પ્રવાસીઓને વિઝા મુક્ત પ્રવેશની મંજુરી આપે છે. હવે રશિયા ભારત સાથે પણ ફ્રી વિઝા ટ્રાવેલ પર વિચારી રહ્યું છે.

ભારત અને રશિયાની દોસ્તીથી અમેરીકા નારાજ
ભારત અને રશિયાની મિત્રતાથી અમેરિકા હંમેશા નારાજ રહે છે. તાજેતરમાં નિક્કી હેલીએ કહ્યું કે ભારત અને રશિયા સાથે ભાગીદારી કરે છે, તેને અમેરિકા નેતૃત્વ પર વિશ્વાસ નથી. હેલીએ ક્હ્યું કે ભારત અમારી સાથે ભાગીદાર થવા માંગે છે. તેઓ રશિયા સાથે ભાગીદાર થવા માંગતા નથી. સમસ્યા એ છે કે ભારતને અમારી જીત પર વિશ્વાસ નથી. તેમને અમારા નેતૃત્વ પર વિશ્વાસ નથી. તેઓ અમને નબળા માને છે. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार