મુંબઇથી કંડલા આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા લોકોમાં ભયનો માહોલ છે. અન્ય રુટની લાઇનમાં પણ ધમકી ભર્યા કોલ આવ્યા છે. આ ધમકી બાદ કંડલા એરપોર્ટ પર પૂર્વ કચ્છ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મુંબઇ-કંડલાની સ્પાઇસ જેટની ફ્લાઇટ માટે આ ધમકી મળી હતી. સ્પાઇસ જેટની ફ્લાઇટને એક્સ અકાઉન્ટ પર ધમકી મળી છે.
માત્ર આ ફ્લાઇટ્સ જ નહી, અકાસા એરની 25 ફ્લાઇટ્સને તેમજ ઇન્ડિયા અને ઇન્ડિગો સહિતની ફ્લાઇટ્સને આ પ્રકારની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. જો કે રાહતની વાત એ છે કે આ તમામ ધમકીઓ ખોટી સાબિત થઇ છે. પરંતુ મુસાફરોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
છેલ્લા દસ દિવસમાં આ રીતે અઢીસોથી વધુ ફ્લાઇટને બોંબની ધમકી મળી ચૂકી છે. જેન કારણે હવાઇ સેવાઓ પર માઠી અસર પહોંચી છે. એરલાઇન્સ કંપનીઓને ધમકી મળ્યા બાદ વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ તેમજ ચેકિંગ વગેરેને કારણે મુસાફરોના કલાકો વેડફાઇ રહ્યા છે, અને સમગ્ર સિવિલ એવિએશન સેક્ટરને કરોડોનું નુકસાન જઇ રહ્યું છે..