લોકસભામાં બંધારણના 75 વર્ષ પુર્ણ થવાના અવસર પર ચર્ચા ચાલુ છે. જેમાં રાહુલ ગાંધીના નિવેદન પર ભાપજ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વળતો પ્રહાર કર્યો છે. અને કહ્યું છે કે કોંગ્રેસ અમારા પર અંગુઠો કાપવાનો આરોપ કરે છે, પરંતુ તેઓએ આપઆ શિખ ભાઇઓ પર ખુબ જ ત્રાસ કર્યો છે. વધુમાં જણાવ્યું કે સંવિધાનની તાકાતના કારણે જે ઇન્દિરા ગાંધીએ લગાવેલ ઇમરજન્સી ખતમ કરવામાં આવી હતી. આ સંવિધાનની પ્રસ્તાવના પર લખ્યું છે.
તમને જણાવી દઇએ કે રાહુલ ગાંધીએ લોકસભામાં નિવેદન આપ્યું હતું કે જેમ દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગુઠો ગરુ દક્ષિણામાં માગ્યો હતો, તેમ તમે પણ દેશના યુવાઓને બકબાદ કરો છો. તે નિવેદનના જવાબમાં અનુરાગ કશ્યકે વળતો પ્રહાર કર્યો હતો. તેમજ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા પણ પલટવાર કરવામાં આવ્યો હતો કે નહેરુ અને ઇન્દિરાએ બંધારણ બદલ્યું જેથી વિપક્ષ ચુપ રહે.
વધુમાં જણાવી દઇએ કે આજે સાંજે પીએમ મોદી બંધારણ ચર્ચામાં ભાગ લેશે અને સાંસદમાં બંધારણ વિષે પોતાનું નિવેદન આપશે