વલસાડના વાપીમાં કેમિકલનું ડ્રમ ફાટવાને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. વાપીમાં લાગેલી આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બ્રિગેડ બોલાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે વાપી, પારડી, સરીગામ, ઉમરગામ અને વલસાડના ફાયર ફાયટરોને ઘટના સ્થળે પહોંચી જવા આદેશ કરાયો હતો. આ ઉપરાંત કેમિકલ ડ્રમ ફાટવાથી આગે વધુ વિચાર સ્વરૂપ ધારણ કર્યું હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. જેમાં ત્રણથી ચાર જેટલા કામદારો ઘાયલ પણ થયા હોવાની માહિતી સામે આવી છે.
હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા કંપનીમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કંપનીમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.