નડિયાદ બન્યું ટાઉન ઓફ ગ્રાફિટી, જયપુરના એક ચિત્રકારે દિવાલો ઉપર સર્જ્યા અનોખા ચિત્રો
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નડિયાદ નગરની દિવાલો ઉપર વિવિધ સરકારી યોજનાની માહિતીને મનોહર ચિત્રો દ્વારા રજૂ કરાઇ
રાજસ્થાનના જયપુરથી આવેલા એક કલાકારે નડિયાદ નગરને ટાઉન ઓફ ગ્રાફિટી બનાવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રની સુંદર પહેલ અંતર્ગત આ કલાકારે રાજમાર્ગોની દિવાલો ઉપર મનોહર ચિત્રો દોરી તેમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તેમના સશક્ત અને સુશાસનના ૨૩ વર્ષ દરમિયાન શરૂ કરાયેલી યોજનાઓની માહિતી પણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નગરમાં મુખ્ય શૈક્ષણિક સંસ્થાની દિવાલો ઉપર દોરાયેલા આ ચિત્રો લોકોનું ધ્યાન આકર્ષ્યા વિના રહેતા નથી.
ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમયગાળા દરમિયાન થયેલા વિકાસની ઝાંખી પ્રદર્શિત કરવા માટે એક અનોખી અને સર્જનાત્મક પહેલ કરવામાં આવી છે. નડિયાદમાં એન.ડી.દેસાઈ હોસ્પિટલની સામે અને જે એન્ડ જે કોલેજની પાસે વોલ ગ્રાફિક્સ દ્વારા વિકાસની સફર પ્રદર્શિત કરવામાં આવી છે.
રાજસ્થાનના જયપુરથી આવેલા આર્ટિસ્ટ સુદર્શનભાઈ દ્વારા ૨૧ દિવસ સતત મહેનત કરી સ્પ્રે પેઈન્ટસ અને એક્રેલેક પેઈન્ટસથી વોલનું સુશોભન કરવામાં આવ્યું છે. છેલ્લા ૧૨ વર્ષથી સુદર્શનભાઈ આ કલા સાથે સંકળાયેલા છે. આ વોલ ગ્રાફિક્સમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમયગાળા દરમિયાન થયેલા મુખ્ય વિકાસના કામોને આવરી લેવામાં આવ્યા છે.
વિકાસની સફરમાં બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેન પ્રોજેક્ટસ, મેક ઇન ઇન્ડિયા, નર્મદા ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટી, અમદાવાદમાં વાઈબ્રન્ટ ગણાતી જગ્યા એવો સાબરમતી રિવરફ્ન્ટ, સરદાર સરોવર ડેમ, આવાસ યોજના, કૃષિ ક્ષેત્રે પ્રગતિ વગેરે જેવી વિશેષ ઉપલબ્ધિઓને સ્થાન આપવામાં આવ્યું છે. વધુમાં આર્ટ દ્વારા નારી સશક્તિકરણ, ટેકનોલોજી અને ગ્રીન એનર્જીને આવરી લઈ વોલનું બ્ચુટિફિકેશન કરવામાં આવ્યું છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प