सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Gujarat Green Energy Sector: ગુજરાત હવે સોલાર અને વિંડ એનર્જી સેક્ટરમાં પણ અગ્રેસર, દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યને દરેક સેક્ટરમાં આગળ વધારવા માટે સતત કામ કરી કહી છે.

Jashu Bhai Solanki
  • Nov 7 2024 1:52PM

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યમાં દરેક સેક્ટરને આગળ વધારવા માટે સતત કામ કરી રહ છે. આ અંતર્ગત જ રાજ્ય સરકાર પ્રદેશમાં રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં ઝડપી આગળ વધી રહી છે. ગુજરાતને ઓક્ટોબર મહિનામાં 30 ગીગાવોટની રેકોર્ડ ક્ષમતા સાથે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ઉચ્ચ સ્થાન હાંસલ કર્યું છે. આ દરમિયાન ગુજરાતે સોલાર અને વિંડના સેક્ટરમાં પણ દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

રિન્યુએબલ અનર્જી અને સોર્સનો વિકાસ
દેશમાં સેલાર અને વિંડ એનર્જી પ્રતિષ્ઠાના મામલે ગુજરાત હાલ દેશમાં પ્રથમ સ્થાને છે. તેમજ પર્યાવરણની રક્ષા મામલે પણ આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અનર્જી સોર્સના વિસ્તાર માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે. ગુજરાત સરકાર આ ક્ષેત્રમાં રોકાણ માટે પણ પ્રતિબદ્ધ છે. રાજ્યમાં મોટા પ્રોજેક્ટોતી લઇ નાના નાના ઉદ્યોગો માટે પણ સુવિધા બનાવવામાં આવી છે.

દેશનું ડી-કાર્બોનાઇઝેશન લક્ષ્ય 
GUVNLએ વર્ષ 2023-24 દરમિયાન દેશભરમાં 13 ગીગાવોટ કેપેસિટીના રિન્યૂએબલ એનર્જી એગ્રીમેન્ટ પર કરાર કર્યો છે. આ સિવાય દેશમાં પોતાની ઉપલબ્ધિઓને યથાવત રાખતા દેશના ડી-કાર્બોનાઈજેશનના ટાર્ગેટમાં યોગદાન આપવા માટે 2030 સુધી નવીનીકરણ ક્ષણતાનું મહત્ત્વકાંક્ષી લક્ષ્ય પણ નક્કી કર્યું છે. આ માટે લોંગ ટર્મ રણનીતિ પણ બનાવવામાં આવી છે.

રિન્યુએબલ એનર્જી
રિન્યુએબલ એનર્જી ઉદ્યોગમાં વિકાસની સફળતા અને વધારે પ્રોત્સાહન માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલા ભર્યા છે. જેમાં રિન્યૂએબલ એનર્જીવ નીતિ 2030 અંતર્ગત નવીનીકરણ ઊર્જા પરિયોજનાઓના ડેવલપર્સને પ્રોત્સાહન આફવા નવી યોજના DREBP સામેલ છે. આ યોજના અંતર્ગત ડેવલપર્સ અને નાના રોકાણકાર એક ખુબ જ સરળ પ્રક્રિયાદ્વારા ગુજરાતમાં 5 મેગાવોટની નાની ક્ષમતાવાળી સોલાર એનર્સી પ્રોજેક્ટ અને 10 મેગાવોટની ઓછી ક્ષમતાના વિંડ એનર્જી પ્રોજેક્ટ સ્થાપિત કરી શક્શે. GUVNL/ડિસ્કોમની તરફથી ટેન્ડર પ્રોસેસ વિના સીધા 25 વર્ષ સુધી વીજળીની ખરીદી કોઈપણ કરાર વિના ખરીદી શક્શે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार