सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

માતર તાલુકાની લીંબાસી મુકામે આવેલી પ્રખ્યાત શ્યામ ઇન્ટરનેશનલ સ્કુલમાં ડ્રોઈંગ કોમ્પીટીશન યોજાઈ

આજુબાજુના ગામમાંથી 1500 વિદ્યાર્થીઓ તેમજ લીંબાસી અને નજીકના ગામમાંથી મળી કુલ મળીને 2000 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો

યેશા શાહ
  • Dec 23 2024 12:51PM
શ્યામ ઇન્ટરનેશનલ સ્કુલ લીંબાસી ખાતે ડ્રોઈંગ કોમ્પીટીશનનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજુબાજુના ગામમાંથી 1500 વિદ્યાર્થીઓ તેમજ લીંબાસી અને નજીકના ગામમાંથી મળી કુલ મળીને 2000 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.સ્કૂલ તરફથી બાળકોને લાવવા લઈ જવાની વ્યવસ્થા ફ્રીમાં કરવામાં આવી હતી. સૌપ્રથમ તો બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોએ હળવા હળવા  મ્યુઝિક નો આનંદ માણતા માણતા સુંદર મજાના ચિત્રો બનાવ્યા હતા. મિકી માઉસના કાર્ટુને તો બાળકોને હસાવી હસાવીને લોટપોટ કરી દીધા હતા. અમદાવાદના ફેમસ એવા A. J.magician  નો શો બતાવવામાં આવ્યો હતો.

જેમાં બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. 2000 થી પણ વધારે બાળકો હોવા છતાં સુંદર મજાની ડિસિપ્લિન અને સુંદર મજાનું આયોજન જોઈને બાળકો તો આશ્ચર્યચકિત જ થઈ ગયા હતા.છેલ્લે બાળકોએ ડાન્સની પણ મજા માણી હતી. સ્કુલના ટ્રસ્ટી  બંકિમભાઈ, વિશાલભાઈ, રાકેશભાઈ, આચાર્ય દિનેશભાઇ,  મેનેજમેન્ટમાં કાર્યરત સોહીલ સરના સુંદર માર્ગદર્શન હેઠળ દરેક કોર્ડીનેટર, શિક્ષક મિત્રો, સ્ટાફ મિત્રો, પ્યુન મિત્રો અને ડ્રાઇવર મિત્રોના સહિયારા પ્રયાસથી સમગ્ર કાર્યક્રમ બાળકોની ખુશીઓ સાથે સફળતાપૂર્વક પાર પડ્યો હતો.જે બદલ સ્કુલના ટ્રસ્ટી અક્ષયભાઈએ ફોન અને મેસેજ દ્વારા શ્યામ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લે સ્કુલમાં મેનેજમેન્ટમાં કાર્યરત સોહિલભાઈ શ્યામ સ્કુલ વતી દરેકનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार