सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સંસ્કાર મંડળ, યુનિવર્સિટી સ્ટાફ કોલોની વલ્લભ વિદ્યાનગર દ્વારા ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

સંસ્કાર મંડળ, યુનિવર્સિટી સ્ટાફ કોલોની વલ્લભ વિદ્યાનગર દ્વારા નવરાત્રી મહોત્સવના ભાગરૂપે સ્વ. જ. કા. પટેલ શિલ્ડ ગરબા હરિફાઈ બહેનો માટેની ગરબા સ્પર્ધા તારીખ ૧૩-૧૦-૨૦૨૪ ને રવિવારે સાંજે ૭:૩૦ કલાકે સંસ્કાર બાલવાડીના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવેશ સોની
  • Oct 15 2024 6:49PM
સંસ્કાર મંડળ, યુનિવર્સિટી સ્ટાફ કોલોની વલ્લભ વિદ્યાનગર દ્વારા નવરાત્રી મહોત્સવના ભાગરૂપે સ્વ. જ. કા. પટેલ શિલ્ડ ગરબા હરિફાઈ બહેનો માટેની ગરબા સ્પર્ધા તારીખ ૧૩-૧૦-૨૦૨૪ ને રવિવારે સાંજે ૭:૩૦ કલાકે સંસ્કાર બાલવાડીના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈ સ્પર્ધામાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલ, કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલ, ભૂતપૂર્વ નાયબ કુલસચિવ હરીશભાઈ દેસાઈ સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં શાળા વિભાગમાં ૫, મોટી બહેનો વિભાગમાં ૧૦ અને સિનિયર સિટીઝનમાં ૫, એમ ત્રણ અલગ અલગ વિભાગમાં કુલ ૨૦ પ્રસ્તુતિ થઈ હતી. જેમાં શાળા વિભાગમાં સ્વ. ઉષાબેન દિલાવર સિંહ જાડેજા સ્મૃતિ પદ્મ નગર પ્રાથમિક શાળા નં. ૩૧(બાકરોલ)ને, મોટી બહેનો વિભાગમાં સ્વ. આનંદભાઈ મગનભાઈ પટેલ જલારામ એર ટ્રોફી સંસ્કાર મંડળ, યુનિવર્સિટી સ્ટાફ કોલોની, વલ્લભ વિદ્યાનગરને  અને સિનિયર સિટીઝન બહેનો વિભાગમાં સ્વ. ઝવેરભાઈ નારણદાસ મિસ્ત્રી સ્મૃતિ પદ્મ ગાયત્રી મંડળ, સમર્પણ સોસાયટી, વલ્લભ વિદ્યાનગરને પ્રાપ્ત થયા હતા. 
સમગ્ર કાર્યક્રમનું સંકલન સંસ્કાર મંડળ વિદ્યાનગરના કાર્યકારી પ્રમુખ ભરતભાઈ મિસ્ત્રીએ કર્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार