सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગાંધીનગરની બે યુનિવર્સિટીમાં બોમ્બની ધમકી, પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે તપાસ કરી રહી છે

ગુજરાતના પાટનગરમાં યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી આસપાના વિસ્તારમાં ભાયનો માહોલ

Jashu Bhai Solanki
  • Oct 16 2024 1:32PM

ગુજરાતમાં અવાર-નવાર પબ્લીક પ્લેસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી રહે છે, તેવામાં ફરી એક વાર શૌક્ષણિક સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં આવેલ બે યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળતા જ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ગાંધીનગરમાં GNLU અને PDEU યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ બન્ને યુનિવર્સિટીને બોમ્બ મુકાયાનો ઇ-મેઇલ મળ્યો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા ચર્સ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ગાંધીનગરની બે યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. તાત્કાલિક ધોરણે બોમ્બ સ્કવોર્ડ સહિતની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ શરુ કરી હતી. બોમ્બ સ્કવોર્ડની ટીમને સાથે રાખીને પોલીસે બન્ને શૈક્ષણિક સંસ્થાઓ અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. આ સમગ્ર ઘટના અંગે ઈન્ફોસિટી પોલીસમાં ફરિયાદ નોંધી ગુનો દાખલ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા અમદાવાદ એરપોર્ટ અને રાજકોટ બસ પોર્ટને પણ અવાર નવાર ઇ-મેઇલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार