એક હેડ કોન્સ્ટેબલની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી બે વર્ષથી અનડિટેક્ટ ચકચારી મર્ડરનો ભેદ ઉકેલાયો
હેડ કોન્સ્ટેબલ અને તેમની સમગ્ર ટીમને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા
ખેડા-નડિયાદમાં બે વર્ષથી અનડિટેક્ટ રહેલા મર્ડરનો ભેદ પોલીસની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી ઉકેલાયો છે. મહિલાની હત્યા કરીને એક માસુમ દિકરીને લાશની બાજુમાં પટકીને ચાલ્યો ગયેલો હત્યારો આખરે પકડાઇ ગયો છે. મૃતદેહની બાજુમાં તરછોડી દેવાયેલી માસુમ બાળકીનો ચહેરો અને રડમસ આંખો એક હેડ કોન્સ્ટેબલના મગજમાં ઘર કરી ગઇ હતી, તેવી જ આંખો સાથેના એક બાળકના ફોટોની ઇન્સ્ટાગ્રામમાં આવેલી એક પોસ્ટથી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો છે.
ખેડા નડિયાદ જિલ્લાના એક હેડ કોન્સ્ટેબલે જે સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી ચકચારી હત્યા કેસનું ડિટેક્શન કર્યુ છે તે બદલ તેમને અને તેમની સમગ્ર ટીમને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા છે.
નડિયાદ નજીક ના બિલોદરા ગામ પાસે શેઢી નદીના તટમાંથી સવા બે વર્ષ પહેલા હત્યા કરાયેલ મહિલાના મળેલ મૃતદેહના ગુના માં પોલીસે ઝડપેલ આરોપી મહિલાના પતિ ના પોલીસે કોર્ટમાં રજૂ કરી દીન સાતના રિમાન્ડ મેળવ્યા છે. તપાસની અધિકારી નડિયાદ ગ્રામ્ય પીઆઈ વાઘેલા અને ટીમે ગઈકાલે આરોપી ઉદય વર્મા ના નડિયાદ કોર્ટમાં રજૂ કરી દિન સાતના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે પોલીસે રિમાન્ડ દરમિયાન આરોપી ઉદય વર્મા એ બનાવનાર દિવસે પત્ની પૂજા ઉર્ફે સાયરા અને દીકરી ખુશી તેમજ દોઢ વર્ષના દીકરા કનૈયાને કારમાં લઈ વડોદરા સંબંધીને ઘેર મળવાના બહાને નીકળ્યો હતો. જોકે એકસપ્રેસ હાઈવે રોડ પર બિલોદરા ગામ નજીક ઓવર બ્રિજ પર તેણે કાર થોભાવી વાતો વાતોમાં આડા સંબંધના વહેમમાં પત્ની પૂજા ઉર્ફે શાયરા ની તેણીના દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી બાદ પુરાવાના નાશ તરીકે આરોપીએ પત્નીનો હત્યા કરેલ લાશ નદીના તટમાં ઓવરબ્રિજ પરથી ફેંકી દીધી હતી સાથે દીકરી ખુશીને પણ મારી નાખવાના ઇરાદે આરોપી ઉદય વર્મા એ બ્રિજ પરથી ૪૦ ફૂટ જેટલી નીચે નદીના તટમાં ફેંકી દીધી હોવા નો ખુલાસો થયો છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प