ઉમરેઠના ભોઇપુરા ગામમાં પરિવાર પર હુમલો થતા એક મહિલા અને બે પુરુષ ગંભીર રીતે ઘાયલ
પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠ તાલુકાના ભોઈપુરા ગામના સીમ વિસ્તારમાં અજાણ્યા શકસો દ્વારા અચાનક માતા પુત્રો પર હુમલો થતા ગંભીર ઈજાઓ પહોંચાડી.
અચાનક આવેલ શખ્સો હાથમાં લાકડીઓ લઈને તૂટી પડતા ભોઇપૂરા સીમમાં રહેતા પ્રવિણભાઈ ઉર્ફે ભગો ગોવિંદભાઇ ભોઈ, દિનેશભાઈ ગોવિંદભાઈ ભોઈ અને જશીબેન ગોવિંદભાઈ ભોઈને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ ઉમરેઠ પોલીસને થતા તરત પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસ દ્વારા ભોઇપુર ગામમાંથી એક હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે અને તેની ઉપર તપાસ હાથ ધરી છે. ગંભીર ઈજાગ્રસ્ત ત્રણે વ્યક્તિઓને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઉમરેઠ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ત્યાંથી બે વ્યક્તિઓને નડીઆદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મળતી માહિતી મુજબ બે ઈજાગ્રસ્તોને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચેલ છે. જસીબેનની ઉંમર ૬૫ થી ૭૦ વર્ષ જેટલી છે અને તેમને માથાના ભાગમાં ગંભીર ઈજા થયેલ છે. અચાનક આવી ઘટના થતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प