ઉમરેઠ ખાતે થામણા ચોકડી પર ડમ્પરે ઇલેક્ટ્રીક સ્કૂટરને ટક્કર મારતા સર્જાયો અકસ્માત :
આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ ખાતે હાઇવે રસ્તા નવા બનાવવામાં આવી રહ્યા હોવાથી બંને તરફના વાહનોની અવરજવર એક જ તરફના રોડ પર કરવામાં આવી છે.
આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ ખાતે હાઇવે રસ્તા નવા બનાવવામાં આવી રહ્યા હોવાથી બંને તરફના વાહનોની અવરજવર એક જ તરફના રોડ પર કરવામાં આવી છે. ઉપરાંત યાત્રાધામ ડાકોર માટેનો મુખ્ય રોડ હોવાથી રોડ બનાવવામાં ટ્રાફિક અંગેની સમસ્યા ઉભી થયેલી છે. જો કે ઉમરેઠ પોલીસ દ્વારા જ્યા જ્યાં વધુ ટ્રાફિક થાય તેવી જગ્યા છે ત્યાં પોલીસ કર્મીઓને ખડે પગે ટ્રાફિક ના થાય તે માટે મૂકવામાં આવેલ છે.
થામણા ચાર રસ્તા પાસે ગઈકાલે એક ડમ્પરે ઇલેક્ટ્રીક સ્કૂટરને ટક્કર મારતા સ્કુટર રોડ ઉપર પટકાયુ હતું. ઉલ્લેખનીય છે કે અકસ્માત સમયે સ્કૂટર પર બે વ્યક્તિઓ બેઠા હતા. અકસ્માતના કારણે પટકાયેલુ સ્કૂટર ડમ્પરનાં આગલા ટાયર નીચે આવી ગયું હતું પણ સદ્દનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. અકસ્માત થતા ઘટના સ્થળે લોકોનું ટોળુ ડમ્પર અને ડમ્પર ચાલકને રોકવા માટે આજુબાજુ ફરી વળ્યું હતું પણ ઉમરેઠ પોલિસ તરત જ ઘટનાસ્થળે પહોંચી જઈ મામલો થાળે પાડ્યો. ઉમરેઠ પોલિસ દ્વારા ડમ્પર તથા ડમ્પર ચાલકની અટકાયત કરાઇ.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प