આણંદ જિલ્લા ભાજપને નવા પ્રમુખ મળ્યાં
ખંભાતના પૂર્વ ધારાસભ્ય સંજય પટેલની આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી
આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલની ટર્મ પૂર્ણ થતાં, નવા પ્રમુખ માટેની તજવીજ છેલ્લાં ઘણાં દિવસોથી ચાલી રહી હતી. ત્યારે, આજરોજ રાજ્યના વિવિધ જિલ્લા-શહેરની સાથે-સાથે આણંદ જિલ્લા ભાજપના પ્રમુખના નામની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી આજરોજ બપોરના સમયે પ્રદેશમાંથી બંધ કવરમાં પ્રમુખનું નામ લઈને આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આવ્યાં હતાં. જીતુભાઈ વાઘાણીએ સૌપ્રથમ જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ આગેવાનો સાથે બેઠક કરી હતી. જે બાદ આણંદ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે સંજયભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ હોલમાં હાજર ભાજપના તમામ હોદ્દેદારો આગેવાનો તેમજ કાર્યકરોએ ૐ નો જયનાદ કરી, નવનિયુક્ત પ્રમુખ સંજય પટેલને વધાવી લીધા હતા. તેમજ પુષ્પગુચ્છ આપીને અને મીઠાઈ ખવડાવીને શુભેચ્છા પાઠવી હતી.
આણંદ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ સંજયભાઈ પટેલ જણાવે છે કે, હું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. અનેક પદ ઉપર મેં મારી જવાબદારી નિભાવી છે. ફરી એક વખત જ્યારે, મારા જેવા એક સામાન્ય કાર્યકર્તા ને ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક કરી છે અને મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ ને હું સાર્થક કરીશ. આણંદ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધુને વધુ વધે એ માટે, ટીમના એક લીડર તરીકે આખી ટીમ સાથે રાખીને, પાર્ટીએ મારા ઉપર મુકેલો વિશ્વાસ સાર્થક કરીશ.
આણંદ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ સંજય પટેલ અગાઉ ખંભાતના ધારાસભ્ય ઉપરાંત આણંદ જિલ્લા ભાજપ મંત્રી તેમજ પંચમહાલના પૂર્વ પ્રભારી રહી ચૂક્યા છે તદુપરાંત હાલમાં તેઓ કર્ણાવતી મહાનગરના પ્રભારી તરીકે કાર્યરત છે. 54 વર્ષીય સંજય પટેલે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प