सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૧૦૦૦ પોષણ કીટનું વિતરણ કરાયું

આગામી એક વર્ષ સુધી ૧૦૦૦ ટીબી દર્દીઓને મંદિર દ્વારા પોષણ કીટ નિયમિત આપવામાં આવશે

યેશા શાહ
  • Jan 13 2025 12:39PM
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૧૦૦૦ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આગામી એક વર્ષ સુધી ૧૦૦૦ ટીબી દર્દીઓને મંદિર દ્વારા પોષણ કીટ નિયમિત આપવામાં આવશે.

આ અવસરે સાંસદ દેવુસિંહ ચૌહાણ અને કલેકટર અમિત પ્રકાશ યાદવે કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ક્ષયના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કર્યું હતું. 

સાંસદ દેવુસિંહ ચૌહાણે વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવતા જનકલ્યાણના કાર્યોને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે સામાન્ય નાગરિકો, આગેવાનો, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સહિતના તમામના સહયોગથી જ વિકાસની આ કામગીરી કરવી પડશે. તેમણે ઉમેર્યું હતું કે ખેડા જિલ્લામાં ૨.૫ હજાર થી વધુ દર્દીઓ સામે આજે ૧૦૦૦ જેટલા દર્દીઓને એક વર્ષ સુધી મંદિર દ્વારા પોષણ કીટની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે બાકી રહેલા દર્દીઓ માટે પણ વહીવટી તંત્ર દ્વારા પોષણ કિટની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું સાંસદએ આશ્વાસન આપ્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત વડતાલ ધામના મહારાજ રાકેશપ્રસાદજી મહારાજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વી.એસ.ધ્રુવે, જિલ્લા ટીબી અધિકારી દિનેશ બારોટ, ટીબીના દર્દીઓ સહિત અન્ય સંતો મહંતો અને દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार