सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભાજપના કેસરીસિંહ સોલંકીએ ફરી એકવાર વિવાદનો મધપૂડો છેડ્યો : સોશિયલ મીડિયા પર ભાજપના સક્રિય સભ્ય હોવાનો પુરાવો મુક્યો

થોડા દિવસ અગાઉ થયેલ અમુલની પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખે કેસરીસિંહ મામલે આપ્યો હતો જવાબ

યેશા શાહ
  • Jan 25 2025 3:09PM
જો હું ભાજપનો સભ્યજ નથી તો 4 મહિના પહેલા જિલ્લા ચૂંટણી કમિટીમાં કઈ રીતે મારો સમાવેશ કર્યો: કેસરીસિંહ સોલંકીએ 

ખેડા જિલ્લા ભાજપમાં ફરી એકવાર કેસરીસિંહ સોલંકી દ્વારા તેમની અવગણના અને તેમને થતા અન્યાયોને લઈ ખુલ્લેઆમ જિલ્લા ભાજપ સંગઠન સામે તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે થોડા દિવસ અગાઉ અમૂલ ની પ્રેસ કોન્ફરન્સમાં કેસરીસિંહ સોલંકી સામે કોઈ પગલા ભરાશે કે કેમ તેઓ સવાલ જિલ્લા ભાજપ પ્રમુખને પૂછતા તેમણે જણાવ્યું હતું કે કેસરીસિંહ સોલંકી એ ભાજપના સક્રિય સભ્ય જ નથી... જેથી જે સભ્ય જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્નજ નથી ઉભો થતો...

તો સામે કેસરીસિંહ સોલંકીએ પોતાના સોશિયલ મિડિયા પર ભાજપના સક્રિય સભ્ય હોવાનો પુરાવો મૂકી ભાજપ જીલ્લા પ્રમુખને સાંકેતિક ભાષામાં જવાબ આપ્યો.. અને આ સમગ્ર મામલાને લઈ જ્યારે મિડિયાએ કેસરીસિંહ સોલંકીને પૂછ્યું ત્યારે તેમણે પોતે સક્રિય સભ્ય હોવાનો પુરાવો પણ આપ્યો અને સામે જિલ્લા પ્રમુખને સવાલો કરતા કહ્યું કે જો હું સભ્ય જ નથી તો ચાર મહિના પહેલા જીલ્લા પ્રમુખે જીલ્લા ચૂંટણી કમિટીમાં મારો સમાવેશ કઈ રીતે કર્યો...?? સાથે અન્ય સવાલ કરતા કહ્યુ કે જો હુ સભ્યજ નથી તો ભાજપ જીલ્લા પ્રમુખે ખેડા જિલ્લા સંઘની ચૂંટણી સમય મારી સાથે મીટીંગ શા માટે કરી હતી...?? આમ, માતર પૂર્વ ધારાસભ્ય,અમુલ અને કેડીસીસી બેંક ડિરેક્ટર કેસરીસિંહ સોલંકીએ ભાજપ જિલ્લા પ્રમુખના સવાલ સામે પોતાનો જવાબ પુરાવા સાથે રજૂ કરી.. સાથે સાથે ભાજપ જીલ્લા પ્રમુખને અન્ય સવાલો કરી ફરી એકવાર વિવવાદનો મધપૂડો છેડ્યો છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार