सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પરથી ૨.૩૦ લાખ રૂપિયાનું હેરોઈન સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..

૩,૧૦,૧૧૦ ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી કુલ ત્રણ ઈસમો સામે ગુન્હો નોંધાયો

ભુરપુરી ગોસ્વામી
  • Apr 12 2025 4:56PM
બનાસકાંઠા થરાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.પી. ચૌધરીના માર્ગદર્શન તેમજ સૂચનાથી  ખોડા ચેકપોસ્ટ ખાતે ફરજ પરના પોલીસ જવાનો સઘન વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે 
રાજસ્થાન ના સાંચોર તરફથી આવતા વાહનોની ચકાસણી કરતી વખતે સામેથી આવી રહેલ  મોટર સાયકલ નં. GJ-08-DE-7363 નંબરના સવાર લોકોમાં શંકાસ્પદ જણાતા મોટરસાઇકલ ને અટકાવી તપાસ કરવામાં આવતાં  મોટરસાયકલ પર સવાર બે ઈસમો પાસેથી માદક પદાર્થ હેરોઈન (સ્મેક) જેનું વજન ૨૩ ગ્રામ, અંદાજિત કિંમત રૂ. ૨,૩૦,૦૦૦ નું મળી આવતાં મોટરસાઇકલ સહિત અન્ય કુલ .૩,૧૦,૧૧૦/-ના મુદ્દામાલ સાથે બંને ઈસમોને ઝડપી પાડતાં ઝડપાયેલ આરોપીઓ  શંકરભાઈ અજમલભાઈ રાજપુત (ઉ.વ. ૩૬), ધંધો – વેપાર,
મૂળ નિવાસી: ડોડગામ,
હાલ રહે: મકાન નં. ૭૮, શિવધારા બંગ્લોઝ, થરાદ
તેમજ ગણેશભાઈ બળદેવભાઈ પ્રજાપતિ (ઉ.વ. ૨૪), ધંધો – મજૂરી,
રહે: મહાલક્ષ્મી સોસાયટી, તાલુકા પંચાયત સામે, થરાદ વાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી માદક પદાર્થ આપનાર 
 સુરેશ બિશ્નોઈ, રહે સાંચોર, રાજસ્થાન વાળા સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા પોલીસે ચક્રોગ્તિમાન કર્યા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार