પેટલાદ ખાતે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું
ફાટક મુક્ત ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરતા વધુ એક બ્રિજનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી
શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નડિયાદ-પેટલાદ-ખંભાત રસ્તા પર પેટલાદની કોલેજ ચોકડી પાસે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.
આ રેલ્વે ઓવર બ્રિજનું નિર્માણ થવાથી પેટલાદ તાલુકાના પેટલાદ, પાડગોલ, મહેળાવ, બાંધણી, પોરડા,વિશ્નોલી,વટાવ,રંગાઈપુરા, દાવલપુરા, શાહપુરા,જોગણ,ખડાણા, શેખડી, ધર્મજ જેવા ગામોની અંદાજિત ૧.૨૨ લાખની જનસંખ્યાને સીધો લાભ મળશે.
ફાટક મુક્ત ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરતા વધુ એક બ્રિજનું તકતી અનાવરણ દ્વારા લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે,પેટલાદ અને તેની આસપાસના તાલુકા વિસ્તારના પ્રજાજનોને આ બ્રિજના નિર્માણથી ફાટક રહીત વાહન વ્યવહાર કરવો સરળ બનશે તથા સમય અને નાણાંની બચત થશે.
ઉલ્લેખનિય છે કે,આ બ્રિજ આણંદ-પેટલાદ-ખંભાતને જોડતો હોવાથી આણંદ જિલ્લાના આણંદ, પેટલાદ, ખંભાત તાલુકાના તમામ વિસ્તારના લોકોને પણ આ બ્રિજના નિર્માણથી લાભ મળશે.
મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન બોરસદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, આણંદના સંસદસભ્ય મિતેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ,પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ અન્ય ધારાસભ્ય સર્વ વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, યોગેશભાઈ પટેલે તથા પેટલાદ તાલુકાના પદાધિકારીઓ અને આણંદ જિલ્લાના અધિકારીઓએ મુખ્યમંત્રીનું ફૂલહારથી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प