सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આણંદ જિલ્લામાં ATS ના દરોડામાં પકડાયું અધધ 100 કરોડનું ડ્રગ્સ

ખંભાત પાસે ગ્રીન લાઈટ કંપનીમાં ઘેનની ગોળીઓ ની આડમાં ડ્રગ્સ બનાવતા 6 વ્યક્તિઓ ની અટકાયત

ધનંજય શુક્લ
  • Jan 25 2025 11:14AM
ખંભાતના સોખડા ખાતે આવેલી જી.આઇ.ડી.સી માં સો કરોડ ડ્રગ્સ પકડતા ગુજરાતમાં ચકચાર. ખંભાત પાસે ગ્રીન લાઈટ કંપનીમાં એટીએસ સ્કોર્ડ અમદાવાદનાં સાહીઠ જેટલા   કર્મચારીઓ અને અધિકારઓ ની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ સો કરોડનું પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવતા કંપનીના માલિક ભાગીદાર તેમજ કર્મચારી સહિત છ લોકોને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે. આ ડ્રગ કોભાંડમાં કોણ કોણ સામેલ છે અને એના તાર ક્યાં સુધી પહોંચ્યા તે દિશામાં વધુ તપાસ કરવા હેતુ એટીએસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરી દીધેલ છે.

પ્રતિબંધિત ડ્રગ્સ સપ્લાય કરતી ગ્રીન લાઈટ કંપની પર ATS ની ટીમે ગુપ્ત સર્ચ ઓપરેશન શરૂ કરી તપાસ કરતા ઘેનની ગોળીઓ બનાવવામાં દવામાં વપરાતા કેમિકલની આડમાં ડ્રગ બનાવાતું હોવાની બાતમીને આધારે દરોડા પડતાં ૧૦૦ કિલો પાવડરનો જથ્થો મળી આવ્યો હતો. આની કિંમત સો કરોડ ઉપરાંતની થવા જાય છે આ બાબતે ATS આ કોભાંડમાં કંપનીના માલિક, ભાગીદાર તેમજ કર્મચારી સહિત 6 લોકોને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે. આ ડ્રગ કોભાંડમાં  કોણ કોણ સામેલ છે અને એના તાર ક્યાં સુધી પહોંચ્યા તે દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે. ગ્રીન લાઈટનાં કંપનીના માલિકો મૂળ અમદાવાદના છે આ કંપની માલિકો ને ATS એ ઝડપી પાડી અમદાવાદ કચેરી ખાતે સઘન પૂછપરછ હાથ ધરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार