નડિયાદ : હિટ એન્ડ રનમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત : બેફામ બ્લેક કાચવાળી ફોર્ચ્યુનર કારે યુવકને મારી ટક્કર
પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ ફરાર ફોર્ચ્યુનર કારચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે
વડોદરાના રક્ષિત કાંડ જેવી નડિયાદના વીકેવી રોડ પર ઘટના ઘટી છે, હીટ એન્ડ રનમાં નડિયાદના યુવકનું ઘટના સ્થળે મોત થવા પામેલ છે, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદમાં હીટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનું મોત થયેલ છે, બ્લેક કાચવાળી ફોર્ચ્યુનર કાર નંબર GJ 27 ED 0056 નો ચાલક અને યુવતી કાર લઈને ફરાર થયેલ છે. નડિયાદના વીકેવી રોડ પર હિટ એન્ડ રન ની ઘટનામાં માઈ મંદિર પાસે આવેલી ગિરિવર રેસીડેન્સીમાં રહેતા યુવરાજ દિલીપ રાજપૂતનું મૃત્યુ થવા પામેલ છે, યુવરાજ રાજપૂતના છ મહીના પહેલા લગ્ન થયા હતા.
આ અંગે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતકને પીએમ અર્થે ખસેડ્યો હતો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प