सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહેમદાવાદના આંબેડકર હોલ પાસે વહેતી ગટરના ગંદા પાણીની નદીઓથી પ્રજાજનો ત્રાહિમામ

વોર્ડ નંબર એક-બે,ના ત્રસ્ત રહીશો દ્રારા હવે પાલિકાતંત્ર સામે હલ્લાબોલની તૈયારીઓ

મહેશ મહેતા
  • Nov 25 2024 3:38PM

મહેમદાવાદ શહેરમાં વોર્ડ-1 અને વોર્ડ-2 વિસ્તાર તેમજ કચેરી દરવાજા બહાર ડો. બાબાસાહેબ આંબેડકર ચોક પાસેના તેમજ આજુબાજુના વિસ્તારના સ્થાનિકો રાહદારીઓ, વાહનચાલકો, ઉભરાતી ગટરો,ચોમેર ગંદકી તેમજ દુર્ગંધ યુક્તિપૂર્વક ગટરના ગંદા પાણી રેલાથી હેરાન -પરેશાન થઈ ગયા છે.

શહેરના કચેરી દરવાજા બહાર આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરચોકની પ્રતિમા પાસે તેમજ વોર્ડ-નં -1 અને વોર્ડ-નં-2 ના વણકરવાસ અને સ્મશાન તરફ જવાના રોડ ઉપર ઉભરાતી ગટરો, તેના દુર્ઘધયુક્ત પાણીના રેલા તેમજ ગંદકીની સમસ્યાથી હેરાન-પરેશાન થઈ રહ્યા છે.

આ રસ્તા ઉપર થઇને  શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન તરફ જવાય છે.આ સ્થળે ડો. બાબાસાહેબ આંબેડકર હોલ આવેલો છે.શાળા પણ આવેલી છે તેમજ અહીંથી માનવીની છેલ્લી યાત્રા સ્મશાનનો પણ રસ્તો આવેલો છે.આ માર્ગ ઉપર મોટી સંખ્યામાં લોકોની અવર જ્વર રહે છે.  દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરનું સ્મારક જયાં હોય,તેની પાસેજ આ જટિલ સમસ્યા હોય..!! તે ખરેખર મહેમદાવાદ નગરપાલિકા તેમજ તંત્ર માટે કેટલી હદે શરમજનક ગણાય..??!!

હવે આ સમસ્યાનું કાયમી નિવારણ નહીં લાવવામાં આવે તો,મહિલાઓએ આવનારી નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરીને ગાંધી ચીંધ્યાં માર્ગે  નગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈને હલ્લાબોલ કરવાની પણ ચીમકી ઉચ્ચારીને તેની તૈયારીઓ કરી રહી છે.

આ બાબતે રસીકભાઈ ચાવડા (પૂર્વ કાઉન્સિલર ) એ જણાવ્યું હતું કે,આ ઉભરાતી ગટરોની સમસ્યામાં પાઇપમાં અંડરગ્રાઉન્ડ લીકેજ અને વાલની સમસ્યાને લઈને આ થાય છે. અમોએ લગભગ ત્રણ મહિના અગાઉ અને હાલ પણ વારંવાર ચીફ ઓફિસર અને  કોન્ટ્રાકટરને આ રજુઆતો કરી છે. આમછતાં પણ આ સમસ્યાનું કોઈ કાયમી નિવારણ આવતું નથી..!

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार