નેશનલ લેવલે કલાઉત્સવમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે - કુ.હેન્વી પટેલ
શાસ્ત્રીય નૃત્યમાં રાજ્ય કક્ષાએ પ્રથમ : કુ. હેન્વી પટેલ
એન.સી.ઈ.આર.ટી,નવી દિલ્હી પ્રેરિત અને સમગ્ર શિક્ષા,ગાંધીનગર આયોજિત રાજ્ય કક્ષાનાં કલા ઉત્સવ-૨૦૨૪ નું ગાંધીનગર ખાતે તા- ૨૧/૧૧/૨૦૨૪ નાં રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાતના ઝોન લેવલના પ્રથમ ક્રમના વિજેતાઓએ પોતાની કલાની પ્રસ્તુતિ કરેલ હતી.જેમાં ચરોતરની વિદ્યાની નગરી વિદ્યાનગરની સી.વી.એમ. સંચાલિત આર.પી.ટી.પી. સાયન્સ સ્કૂલમાં ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા કુ. હેન્વી ધર્મેશકુમાર પટેલ શાસ્ત્રીય નૃત્ય વિભાગમાં ઉત્કૃષ્ટ નૃત્ય રજૂ કરીને પ્રથમ ક્રમે વિજેતા થયા હતા.તેઓએ કથક શાસ્ત્રીય નૃત્યની વૈવિધ્યપૂર્ણ પ્રસ્તુતિ કરીને ઉપસ્થિત તમામ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગત વર્ષે રાજ્ય કક્ષા કલા ઉત્સવ-2023માં પણ તેઓએ વિજેતા થઈને બાલભવન, દિલ્હી ખાતે નેશનલ લેવલે કલાઉત્સવમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ હતું. આ વર્ષે ભોપાલ ખાતે યોજાનાર નેશનલ લેવલના કલાઉત્સવ-2024માં ગુજરાત રાજ્ય તરફથી શાસ્ત્રીય નૃત્યમાં ભાગ લઇંને પ્રસ્તુતિ કરનાર છે. ત્યારે સમગ્ર શિક્ષા ગાંધીનગરનાં એ.એસ.પી.ડી સાહેબે દીકરીને જવલંત સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. અને કલા ક્ષેત્રે કારકિર્દી બનાવી ખૂબ પ્રગતિ કરે તેવા આશીર્વાદ પણ પાઠવ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प